Home ગુજરાત 22 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવને વડોદરાને ધ્રુજાવી દીધું

22 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવને વડોદરાને ધ્રુજાવી દીધું

10 second read
0
6

-હજી ૪૮ કલાક સુધી કાતિલ ઠંડી સામે બાથ ભીડવી પડે એવી વકી

વડોદરા, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

'ઓખી' વાવાઝોડાએ શહેરમાં પલટાવેલા હવામાનની અતિશય ઠંડી અને વરસી રહેલા વરસાદની જુગલબંધી આજે ત્રીજા દિવસે પણ જળવાઈ રહી હતી. જેના પરિણામે અપૂર્વ ઝડપે ફૂંકાઈ રહેલા પવને વડોદરાવાસીઓને ધુ્રજાવી દીધા હતા.

પ્રચંડ વરસાદી ઠંડીથી રોજ કમાઈને રોજ ખાનારા હજારો શ્રમજીવીઓના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ઠંડી ઉડાડતા તાપણાની સંખ્યા વધી ગઈ છે. ફૂટપાથવાસીઓ ગરમ વસ્ત્રો વિના ભારે કફોડી હાલતમાં ધુ્રજતા શરીરે રાતો પસાર કરી રહ્યાં છે.

ત્રણ દિવસથી ગુજરાતની ધરતી પર વિધાતક અસર પાડી રહેલા ઓખી ચક્રવાતે શિયાળાની મોસમમાં વરસાદની પધરામણી કરાવી દેતાં શહેર આખું કોલ્ડ સ્ટોરેજ બની ગયું છે. ઠંડીની લપેટમાં વીંટાયેલા માણસો અને અબોલ જીવો એક સરખા ધુ્રજી રહ્યાં છે.

ત્રાસી ગયેલા લોકો વાતાવરણ ઝટ નોર્મલ થાય એવી પ્રાર્થના કરી રહ્યાં છે. જાગૃત વડિલોએ આજે ઠંડી સામેના રક્ષણના મુદ્દે બાળકોને શાળા કોલેજમાં જવા દીધા ન હોતા. આવું જ વલણ અપનાવી કેટલાક નોકરિયાત વ્યાવસાયિકોએ પણ કામ પર જવાનું ટાળ્યું હતુ.

ઓથી વાવાઝોડાએ વડોદરાના હવામાન પર આજે ભારે નકારાત્મક અસર ઉભી કરતાં મહત્તમ તાપમાન અગાઉના ૨૦ ડિગ્રી સેલ્સિઅસ કરતાં પણ નીચે ઉતરી જઈ ૧૯ ડિગ્રી સેલ્સિઅસ થયુ હતુ. જ્યારે ૧૫.૪ ડિગ્રીએ પહોંચેલું લઘુત્તમ તાપમાન અને ૨૨ કિલોમીટર પ્રતી કલાકની અપૂર્વ ઝડપે ફૂંકાયેલા સર્દીલા પવને વડોદરાને કોલ્ડ સ્ટોરેજ બનાવી દીધુ હતુ.

ગરીબ- મધ્યમવર્ગી હજારો શહેરીજનોએ માવઠાનો વરસાદ તથા ઠંડીની જુગલબંધી સામે રક્ષણરૃપે ઠેર ઠેર તાપણા સળગાવ્યા હતા. રોજમદાર શ્રમજીવીઓને મજૂરીના ફાંફા પડી ગયા હતા.

ગઈકાલની જેમ આજેપણ શહેરમાં અવારનવાર વરસાદ થતો રહ્યો હતો. જેના પરિણામે ઠંડીની તિવ્રતા વધી ગઈ હતી. પ્રમાણમાં લાંબા સમય સુધી જોવા મળેલી આ વાવાઝોડાની વિપરિત અસરથી વડોદરા જિલ્લા સહિત મધ્યગુજરાતના વિવિધ પાકને નુકસાન થશે. હજી આગામી ૪૮ કલાક સુધી શહેરમાં ઠંડીની લહેરો વહેતી રહેવાની આગાહી છે.

Keywords Vadodara,shook,the,cold,wind,blowing,at,a,speed,of,22,kilometers,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In ગુજરાત

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…