Home ગુજરાત 2018ના નવા શૈક્ષણિક વર્ષથી 250 સીટ મળવાની પુરી શ્કયતા

2018ના નવા શૈક્ષણિક વર્ષથી 250 સીટ મળવાની પુરી શ્કયતા

9 second read
0
5

-મેડિકલ કોલેજ માટે બંધાતા નવા બિલ્ડિંગ અને સૂચિત લાયબ્રેરીની સુવિધાઓથી એમસીઆઇની ટીમ સંતુષ્ટ

વડોદરા, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

બે દિવસના એમસીઆઇના ઇન્સ્પેક્શન દરમિયાન બરોડા મેડિકલ કોલેજમાં સામાન્ય ક્ષતીઓ જોવા મળી હતી. જેમાં ખાસ કરીને સ્ટાફની ઘટ જણાઇ હતી. હાલમાં બરોડા મેડિકલ કોલેજમાં ૧૮૦ બેઠકો છે જેના વધારીને ૨૫૦ કરવાની માગ કોલેજ દ્વારા મુકવામાં આવી છે. તે દ્રષ્ટીએ ૬.૩ ટકા સ્ટાફની ઘટ હોવાનું એમસીઆઇની ટીમે નોંધ્યુ છે. જો કે આ ઘટ શૈક્ષણિક સ્ટાફમાં છે કે વહિવટી સ્ટાફમાં છે તે જાણવા મળ્યુ નથી.

આ ઉપરાંત ૨૫૦ બેઠકો માટે જરૃરી ડેમોસ્ટ્રેશન રૃમ, ૩૦૦ વિદ્યાર્થીઓને સમાવી શકાય તેવા ૪થી વધુ લેક્ચર થિયેટર, લેબ અને લાયબ્રેરી જેવી સુવિધાઓનું પણ સર્વેક્ષણ થયુ હતુ જેમાં તૈયાર થઇ રહેલી નવી કોલેજ બિલ્ડિંગની સુવિધાઓ અને જુની બ્લડબેંકના સ્થાન પર બનનારી લાયબ્રેરી અંગેના પ્લાનનું પણ એમસીઆઇની ટીમે સર્વેક્ષણ કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને રેસિડેન્ટ ડોક્ટરો માટેની હોસ્ટેલ સુવિધા પણ પર્યાપ્ત માત્રામાં હોવાનું એમસીઆઇની ટીમે નોંધ્યુ હતું. એટલે હવે લાગી રહ્યુ છે કે બરોડા મેડિકલ કોલેજની બેઠકો સન ૨૦૧૮ના નવા શૈક્ષણિક સત્રથી ૧૮૦થી વધીને ૨૫૦ થશે.

Keywords It,is,possible,to,get,250,seats,from,the,new,academic,year,2018,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In ગુજરાત

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…