Home ગુજરાત હિન્દુઓની સલામતી અંગે પગલા ભરો :નહી તો ૧૯૪૭ની હિજરતનુ પૂનરાવર્તન થશે

હિન્દુઓની સલામતી અંગે પગલા ભરો :નહી તો ૧૯૪૭ની હિજરતનુ પૂનરાવર્તન થશે

1 second read
0
5

– પાકિસ્તાનમાં હિન્દુ ભાઈઓની થયેલી હત્યાના વિરોધમાં ગાંધીધામ ખાતે થરી માહેશ્વરી સમાજની મૌન રેલી

– રાજદ્વારી સંબંધો અને પોતાની વગનો ઉપયોગ કરી હત્યારાઓને પકડવા તથા હિન્દુઓની સલામતી માટે પગલા ભરવા વડ

ગાંધીધામ, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

પાકિસ્તાના થરપારકર જિલ્લાના મીઠીમાં બે હિન્દુ ભાઈઓની હત્યાના વિરોધમાં ગાંધીધામ ખાતે ગુરૃવારે થરી માહેશ્વરી સમાજ દ્વારા મૌન રેલી કાઢી પ્રધાનમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

રાજદ્રારી સંબંધો અને વગનો ઉપયોગ કરી હત્યારાઓને પકડવા તથા હિન્દુ સમુદાયની રક્ષા માટે પાકિસ્તાની સરકાર સાથે વાત કરવા માંગ કરવામાં આવી હતી. આ અંગે હવે ઝડપથી પગલા નહી ભરવામાં આવે તો ફરી ૧૯૪૭ની જેમ હિજરતની ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકવાની શક્યતા પણ ઉચ્ચારવામાં આવી હતી.

આ અંગે પ્રધાનમંત્રીને પાઠવેલાપત્રમાં થરી માહેશ્વરી મહાજને જણાવ્યું હતું કે, થરી માહેશ્વરી સમાજ સન ૧૯૪૭માં ભાગલા વખતે પાકિસ્તાનના થરપારકરથી સૃથળાંતરીત થઈ ગાંધીધામમાં સૃથાઈ થયો છે. આજના સમયમાં પણ થરપારકર ખાતે થરી માહેશ્વરી સમાજ શાંતિપૂણ રીતે જીવે છે. તાજેતરમાં ત્યાંના મીઠી ગામમાં અજ્ઞાાત આરોપીઓએ લઘુમતી થરી માહેશ્વરી સમાજના બે યુવાન ભાઈઓની હત્યા કરી છે. આ બનાવના પગલે ભારતમાં વસતા સમાજના લોકોમાં ચિંતા અને શોકની લાગણી ફેલાઈ છે.

કારણ કે ભારતીય સમાજના હજુ પણ પાકિસ્તાનમાં વસતા પોતાના સમાજ સાથે પારિવારીક સંબંધ છે. તેથી ભારતીય સમાજને ત્યાંના સમાજીક ભાઈઓની ચિંતા થઈ રહી છે. તેવામાં પાકિસ્તાન સરકાર પાસેથી ન્યાય આપવવા માટે વડાપ્રધાનને પોતાના રાજદ્વારી સંબંધોનો ઉપયોગ કરવા તથા હિન્દુઓની સલામતીની ખાતરી કરવા વિનંતી કરવામાં આવી છે.

ભારત સરકાર હિન્દુઓની સલામતી માટે કડક પગલા નહી ભરે તો ફરી ૧૯૪૭માં થયેલી હિજરત વખતની ઘટનાઓનું પૂનરાવર્તન થશે.ગાંધીધામ ખાતે જિલ્લાભરમાંથી થરી માહેશ્વરી સમાજના ભાઈઓ તથા બહેનો દ્વારા મૌન રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In ગુજરાત

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …