Home રાજકોટ હજુ ભેંસ ભાગોળે… મિતુલ દોંગાએ ઉમેદવાર તરીકે પ્રચાર શરૂ કર્યો

હજુ ભેંસ ભાગોળે… મિતુલ દોંગાએ ઉમેદવાર તરીકે પ્રચાર શરૂ કર્યો

4 second read
0
7

રાજકોટ તા.૧૪ : કોંગ્રેસની અંદરો-અંદરનું ધમાસાણ કયારેય ખતમ નહીં થાય તેવું પ્રતિત થઈ રહ્યું છે. પોતાના નામની જાહેરાત વગર જ પાર્ટીના કેટલાંક ઉત્સાહી નેતાઓએ રાજકોટમાં પોતાના નામનો પ્રચાર કરવાની શરુઆત પણ કરી દીધી છે. આ ઉમેદવારોએ તેમની પસંદગીની વિધાનસભા સીટોવાળા વિસ્તારમાં પોતાના પ્રચારના ભાગરુપે પોસ્ટર્સ પણ લગાવી દીધા છે. તે પૈકી બે સીટો તો એવી છે જયા કોંગ્રેસના જ નેતાઓએ પોતપોતાના પોસ્ટર્સ લગાવી દીધા છે.

નોંધનીય છે કે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરૂ પહેલાથી જ પોતે ઘ્પ્ વિજય રૂપાણી વિરુદ્ઘ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી ચૂકયા છે. વિજય રુપાણી રાજકોટ (પશ્યિમ)માંથી ચૂંટાઈ આવ્યા હતા. ઈન્દ્રનીલ રાજગુરૂના કેટલાંક ટેકેદારોએ પણ રાજકોટ(પૂર્વ) અને રાજકોટ(ગ્રામ્ય) સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે.

પક્ષના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત ૧૬ નવેમ્બરના રોજ થવાની છે તે પહેલા જ રાજગુરુના નજીકના ટેકેદાર મીતુલ દોંગાએ પોતાને કોંગ્રેસ પક્ષના રાજકોટ (પૂર્વ)ના ઉમેદવાર તરીકે પ્રચાર શરુ કરી દીધો છે. વિસ્તારમાં પરવાડી ચારરસ્તાથી કુવાદવા રોડ અને સંત કબીર રોડ સુધી તેમના પોસ્ટર્સ લગાવી દેવાયા છે. દોંગા કે જેઓ રાજકોટ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ પણ છે તેમણે ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું દ્યણા સમયથી મારા વિસ્તારમાં કામ કરી રહ્યો છું. તેમજ ચૂંટણીમાં જીતવા માટે લોકસંપર્ક જરુરી છે. પાર્ટીની જાહેરાત બાદ અમને માત્ર ૨૦ દિવસ મળે છે.રાજગુરૂના બીજા સહયોગી વશરામ સગાથીયા જેઓ આરએમસી વિરોધપક્ષના નેતા છે. તેમણે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા સીટ પરથી પ્રચારની શરુઆત કરી દીધી છે. નોંધનીય છે કે કોંગ્રેસ નેતા મનોજ રાઠોડ પણ આ વિસ્તારમાંથી ટિકિટ મેળવવા માટે હાથ-પગ મારી રહ્યા છે.

Original Article at Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાજકોટ

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…