Home ગુજરાત સુરતની ૧૬ બેઠકોના ૨૩૨ મતદાન મથકો ઉપર લાઇવ વેબકાસ્ટીંગ

સુરતની ૧૬ બેઠકોના ૨૩૨ મતદાન મથકો ઉપર લાઇવ વેબકાસ્ટીંગ

9 second read
0
5

-કંટ્રોલરૃમમાં બેઠા-બેઠા મતદાનની પ્રક્રિયા પર નજર રખાશે

સુરત, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

વિધાનસભાની ચૂંટણીના દિવસે મતદાનની કામગીરી ઓનલાઇન જોઇ શકાય તે માટે ૧૬ વિધાનસભામાં જે ૨૩૨ મતદાન મથકો પર લાઇવ વેબકાસ્ટીંગ થવાનું છે તે ૨૩૨ મતદાન મથકો પૈકી પાટીદાર ઇફેકટવાળી પાંચ વિધાનસભા બેઠકના ૧૦૦ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા ગોઠવાશે.

આગામી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ મોહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર કમરકસી રહયુ છે. આ માટે જેટલા પણ સંવેદનશીલ મતદાન મથકો છે તેમાંથી દરેક વિધાનસભાના ૧૦ ટકા મતદાન મથકો પર લાઇવ વેબકાસ્ટીગ કરવામાં આવનાર છે.

સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાના કુલ ૨૩૨ મતદાન મથકો પર લાઇવ વેબકાસ્ટીંગ થનાર છે. જેમાંથી પાટીદાર ઇફેકટવાળી કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, કતારગામ મળી કુલ ૧૦૦ મતદાન મથકો પર લાઇવ વેંબકાસ્ટીંગ થશે.

આ વેબ કાસ્ટીંગના મતદાન મથકો પર ચૂંટણી શરૃ થાય ત્યાંથી લઇને ચૂંટણી સંપન્ન થાય ત્યાં સુધીની પળેપળની માહિતી કંટ્રોલ રૃમમાં જિલ્લા કલેકટ સહિતના અધિકારીઓ બેઠા-બેઠા જોઇ શકાશે. અઠલવાઇન્સ સ્થિત જિલ્લા સેવાસદનના પાંચમાં માટે કોન્ફરન્સ હોલમાં આ કંટ્રોલ રૃમ બનાવાયો છે.

Keywords Live,Webcasting,at,232,polling,stations,of,16,seats,in,Surat,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In ગુજરાત

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…