Home અમદાવાદ સાસરિયાંઓએ ૫૦ લાખના દહેજની માંગણી કરી પરણિતાને ઘરમાંથી કાઢી મુકી

સાસરિયાંઓએ ૫૦ લાખના દહેજની માંગણી કરી પરણિતાને ઘરમાંથી કાઢી મુકી

10 second read
0
12

-અમારે વહુની નહી નોકરાણીની જરૃર હતી એટલે તને લાવ્યા છીએ

-ફેશન ડિઝાઈનનો કોર્ષ કરવા મુંબઈ ગયેલી યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

મણીનગર વિસ્તારમાં રહેતી એક પરણિતાએ ૫૦ લાખના દહેજની માગણી કરીને ઘરમાંથી હાંકી કાઢનારા મુંબઈમાં રહેતા સાસરીયાઓ વિરૃધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મણીનગરમાં પિતાને ઘરે રહેતા ૨૪ વર્ષીય મીનાબહેન(નામ બદલ્યું છે) ૨૦૧૫ માં તેમના મુંબઈમાં રહેતા સબંધીને ઘરે ફેશન ડિઝાઈનિંગનો કોર્ષ કરવા ગયા હતા. જ્યાં તેમની એક બહેનપણી દ્રારા બોરીવલીમાં રહેતા એક યુવકના પરિચયમાં આવ્યા હતા.

બાદમાં તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાતા તેમને એક જ જ્ઞાાતિના હોવાથી બન્નેના ઘરેથી લગ્નની મંજૂરી મળી ગઈ હતી. અંતે તેમણે અમદાવાદમાં સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તે વખતે યુવતીના પિતાએ દહેજમાં દાગીના રોકડ અને અન્ય ચીજો મળીને ૫૦ લાખનું કરિયાવર આપ્યું હતું.

લગ્ન બાદ મીનાબહેનના સાસુ સસરાએ નોકરોને રજા આપી દીધી હતી અને મીનાબહેનને કહ્યું હતું કે અમારે વહુની જરૃર નહતી પણ નોકરાણીની જરૃર હતી.

તારા પિતાએ ઓછુ દહેેજ આપ્યું છે અને અમારી માંગણી મુજબ દહેજ નહી આપે ત્યાં સુધી તુ અહીંયા નોકરાણીની જેમ રહી શકીશ. ત્યારબાદ ઘરકામમાં વાંધા કાઢીને તેઓ મીનાબહેનને બિભત્સ ગાળો બોલીને મારઝૂડ કરતા હતા. તેની નણંદ પણ કેવી છોકરી લઈ આવ્યા છો કહીને મીનાબહેનના પતિને ચઢાવતી હતી.

દરમિયાન મીનાબહેનના પતિએ દુકાન ખલવી છે કહીને તારા પિતા પાસેથી પૈસા લઈ આવવા દબાણ શરૃ કર્યું હતું. ધંધો સારો ચાલશે તો પૈસા પરત કરી દેશે એમ કહેતા મીનાબહેન તેમના પિતા પાસેથી ૨૦ લાખ રોકડા લાવ્યા હતા અને પતિને આપ્યા હતા. જોકે થોડા સમય બાદ મીનાબહેને પૈસા રત કરવાની વાત કરતા પતિએ શ્કેરાઈને મારઝૂડ કરી હતી અને તારા પિતા પાસે પૈસા પડાવવા નાટક કર્યું હોવાનું જણાવ્યું હતું.

બીજીતરફ ૨૦૧૭ માં મીનાબહેને કંટાળીને તેમના હાથની નસો કાપીને આત્મહત્યાની કોશિષ કરી હતી. તે વખતે તેમના પતિ, સાસુ, સસરા અને નણંદે તેમની સામે કેસ થવાના ડરથી મીનાબહેનને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને પડી જવાથી કાચ વાગ્યો હોવાનું પોલીસનિવેદનમાં જુઠ્ઠાણુ ચલાવ્યું હતું. ત્યારબાદ સારીયાઓે મીનાબહેનને ઘરમાંથી હાંકી કાઢતા તે અમદાવાદમાં પિતાને ત્યાં આવી ગયા હતા.

બીજીતરફ અચાનક પતિ મીનાબહેનના ઘરે આવ્યો હતો અને તેને લેવા આવ્યો હોવાનું કહ્યું હતું. આથી માનાબહેનના માતાપિતાને વિશ્વાસ બેઠો હતો. દરમિયાન પતિએ મીનાબહેનના રૃમમાં જઈને તેમની મરજી વિરૃધ્ધ તેમની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને આ વાત કોઈને કરશે તો જાનથી મારી નાંખશે, એવી ધમકી આપી હતી. ઊપરાંત તારા પિતા પાસેથી ૫૦ લાખ નહી લાવે તો છુટાછેડા આપી બીજે લગ્ન કરી ત્યાંથી દહેજ મેળવી લઈશું એમ કહ્યું હતું.

મીનાબહેને તપાસ કરતા તેમના સાસરીયાઓે છુટાછેડા માટે મુંબઈના ફેમીલી કોર્ટમાં દાવો દાખલ કર્યાનું જાણવા મળ્યું હતું. અંતે તેમણે તેમના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Keywords The,relatives,demanded,50,lakh,dowry,and,got,married,away,from,their,husbands,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…