Home અમદાવાદ સાબરમતીના આશ્રમવાસીઓ પાસેથી આધારકાર્ડના પુરાવા મગાતા હોબાળો

સાબરમતીના આશ્રમવાસીઓ પાસેથી આધારકાર્ડના પુરાવા મગાતા હોબાળો

4 second read
0
5

-૧૭ જાન્યુઆરીએ ભારત-ઇઝરાયેલની વડાપ્રધાન મુલાકાત પૂર્વે

-આખરે તંત્રને કલાકોમાં નિર્ણય પરત ખેંચવો પડયો આશ્રમવાસીઓને અલગ ઓળખપત્ર આપવા રજૂઆત

અમદાવાદ, તા.11 જાન્યુઆરી 2018,ગુરૃવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ૧૭ જાન્યુઆરીએ અમદાવાદના અતિથિ બનવાના છે ત્યારે સાબરમતી આશ્રમના આશ્રમવાસીઓ અને તેની આસપાસ રહેતા સ્થાનિક રહીશો પાસેથી આધારકાર્ડના પુરાવાની નકલ માગવાનું તંત્ર દ્વારા ફરમાન કરવામાં આવતા હોબોળો મચી ગયો હતો. આખરે રહીશોના રોષ બાદ તંત્રને કલાકોમાં પોતાનો આ તઘલખી આદેશ પરત ખેંચવો પડયો હતો.

ઉલ્લેખનીય છે કે, ૧૭ જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી-નેતન્યાહુ અમદાવાદ એરપોર્ટથી રોડ શો કરીને સાબરમતી ગાંધી આશ્રમ જવાના છે. આ પૂર્વે પોલીસ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો હતો કે સાબરમતી આશ્રમ અને તેની આસપાસ રહેતા લોકોએ પોતાના આધારકાર્ડની ઝેરોક્સ આપવી પડશે. એક આશ્રમવાસીએ જણાવ્યું હતું કે, 'અમે કોઇ આતંકી સંગઠન સાથે જોડેયાલા છીએ? અમે આશ્રમમાં રહીએ છીએ તે અમારો ગુનો?

અહીં કોઇ ભાડુઆત નહીં હોવા છતાં શા માટે પુરવા માગીને પરેશાન કરવામાં આવે છે. સાબરમતી આશ્રમમાં કોઇ પણ મહાનુભાવ આવવાનું હોય ત્યારે આશ્રમવાસીઓને કમસેકમ ત્રણ-ચાર કલાક માટે નજરકેદ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે અને અમે બહાર ડોકિયું પણ કરી શકતા નથી. તંત્ર દ્વારા અમારી પાસેથી આધારકાર્ડના પુરાવા માગવામાં આવતા અમે તેની સામે સખત નારાજગી દર્શાવી હતી. આખરે પોલીસે આ નિર્ણય પરત ખેંચ્યો હતો. '

સાબરમતી આશ્રમ અને તેની આસપાસ રહેતા સ્થાનિક રહીશોને અલગથી ફોટા સાથે ઓળખપત્ર આપવામાં આવે, જેથી તેને મહાનુભાવની મુલાકાત વખતે કોઇ હાલાકીનો સામનો કરવો પડે નહીં તેવી રજૂઆત કરતી અરજી સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ દ્વારા પોલીસ કમિશ્નર એ.કે.સિંહને પણ આપવામાં આવી છે. પોલીસ કમિશ્નરે આ મામલે તાકીદે પગલા લેવા પણ ખાતરી આપી છે.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …