Home અમદાવાદ સર્વિસ ટેક્સના કેસોમાં ૪૦૦થી ૫૦૦ કંપનીને સેરા ઓડિટ માટે સમન્સ

સર્વિસ ટેક્સના કેસોમાં ૪૦૦થી ૫૦૦ કંપનીને સેરા ઓડિટ માટે સમન્સ

9 second read
0
5

-ખાનગી કંપનીઓના વહેવારોનું કોમ્પટ્રોલર એન્ડ ઑડિટર જનરલ મારફતે સેરા ઑડિટ કરાવવાની નોટિસને કોઠું ન આપ્

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

સેન્ટ્રલ એક્સાઈઝ રેવન્યુ ઑડિટ(સેરા ઑડિટ) કરાવવા માટે ગુજરાતમાં અંદાજે ૪૦૦થી ૫૦૦ કંપનીઓને પત્ર લખ્યા પછી કંપનીઓએ સર્વિસ ટેક્સ કમિશનરની કચેરીના પત્રને ન ગણકાર્યો તેથી તેમને હવે સમન્સ પાઠવવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય રીતે સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ સેરા ઑડિટ કરતાં હોવાનું જોવા મળે છે.

જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સરકારને અપેક્ષા પ્રમાણે આવક ન થતી હોવાથી ડિપાર્ટમેન્ટે આ નોટિસ પાઠવીને તેમની પાસેથી વધારાની નાણાંકીય આવક ઊભી કરવાનો પ્રયાસ આદર્યો હોવાનું કાયદાના નિષ્ણાતોનુ માનવું છે.

સેરા ઑડિટ માટે સામાન્ય રીતે ખાતું બેલેન્સશીટ, પ્રોફિટ એન્ડ લૉસ એકાઉન્ટ, સર્વિસ ટેક્સ લેજર તથા રિકન્સિલિયેશનની વિગતો મંગાવવામાં આવે છે. તેની સાથે ઇન્વોઈસની કોપી પણ માગવામાં આવે છે.

કંપનીઓ તેમના સરવૈયા અને પ્રોફિટ એન્ડ લૉસ એકાઉન્ટની વિગતો ડિપાર્ટમેન્ટમાં રજૂ કરે તે પછી કોમ્પટ્રોલર એન્ડ ઑડિટર જનરલના અધિકારીઓ તેના પર નજર નાખીને ઓબ્જેક્શન ઊભા કરે છે. જે કંપનીના એકાઉન્ટ અંગે વાંધા કાઢવામાં આવ્યા હોય તેવી કંપનીઓને પાસે વધારાના નાણાંની ડિમાન્ડ ઊભી કરવામાં આવે છે.

ડિમાન્ડ ઊભી કર્યા પછી તેમના જૂના હિસાબોના પણ સેન્ટ્રલ એક્સાઈઝ રેવન્યુ ઑડિટ – સેરા ઑડિટ કરવા માટે વિગતો મંગાવે છે. પરંતુ ગુજરાતની સદભાવના એન્જિનિયરિંગ વિરુદ્ધ કેન્દ્ર સરકારના કેસમાં ગુજરાત હાઈકોર્ટે જ કોમ્પટ્રોલર એન્ડ ઑડિટર જનરલને ખાનગી કંપનીઓના હિસાબોનું ઑડિટ કરવાની સત્તા જ ન હોવાનો ચૂકાદો આપ્યો હોવાથી કંપનીઓ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટની આ નોટિસને ગણકારતી જ નથી. પરિણામે સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિાકારીઓ તેમને નોટિસ પાઠવીને સમન્સ આપી રહ્યા છે.

આ સમન્સના માધ્યમથી સેરા ઑડિટ માટેના તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે ખાતા સમક્ષ હાજર થવાનું કંપનીઓને ફરમાન કરવામાં આવી રહ્યું છે. માત્ર સરકારી કંપનીઓ, જેમાં કેન્દ્ર સરકારનું ભંડોળ લાગેલું હોય કે કેન્દ્ર સરકારનો સ્ટેક હોય તેવી કંપનીઓના જ ઑડિટ કરવાની કોમ્પટ્રોલર એન્ડ ઑડિટર જનરલને સત્તા છે.

કંપનીઓના ડિરેક્ટર્સને આ રીતે હાજર થવાના આદેશ કરવામાં આવી રહ્યા છે. આ માટેની સત્તા સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટને ન હોવાનો ચૂકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો હોવા છતાંય સરકારી અધિકારીઓ તેને સ્વીકારવા તૈયાર ન હોય તેમ સમન્સ પાઠવી રહ્યા છે.

જાણકારોનું કહેવું છે કે આ રીતે ગુજરાતમાં અંદાજે ૪૦૦થી ૫૦૦ કંપનીઓને નોટિસ આપવામાં આવેલી છે. તેમને તમામને દસ્તાવેજી વિગતો સાથે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. તેથી કોર્પોરેટ જગતમાંથી તેની સામેનો વિરોધ વધી રહ્યો છે.

Keywords 400,to,500,companies,summoned,for,serial,audit,in,service,tax,cases,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…