Home ગુજરાત સમરજીતસિંહને પ્રેસિડેન્ટ તરીકે ચાલુ રાખવાનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો

સમરજીતસિંહને પ્રેસિડેન્ટ તરીકે ચાલુ રાખવાનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો

11 second read
0
5

-સમરજીતસિંહે ૯ વર્ષનો કાર્યકાળ બીસીએમાં પૂરો કર્યો છે એટલે તેઓ લોઢા સમિતિના નિયમ મુજબ હવે પ્રેસિડેન્

વડોદરા, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

બરોડા ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ સમરજીતસિંહ ગાયકવાડને પ્રેસિડેન્ટ તરીકે ચાલુ રાખવા વડોદરા ચેરિટી કમિશ્નરે કરેલા હુકમ સામે બીસીએ દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરી હતી જે સંદર્ભે આજે હાઇકોર્ટે લોઢા સમિતિના નિયમોને ધ્યાને રાખીને ચેરિટી કમિશ્નરના હુકમને રદ્ કર્યો છે.

હાઇકોર્ટના આ આદેશ સાથે જ બીસીએમાં સત્તા માટેે દોઢ વર્ષથી ચાલી રહેલા રીવાઇવલ અને રોયલ જુથ વચ્ચેના વિવાદનો આજે અંત આવ્યો હતો. વિવાદની શરૃઆત ૧૭ જુલાઇ ૨૦૧૬થી થઇ હતી આ દિવસે બીસીએની એજીએમ મળી હતી. ડ્રેસિંગરૃમ વિવાદમાં બરતરફ કરાયેલા સંજય પટેલ સહિતના ત્રણ સભ્યોને એજીએમમાં હાજર રાખવાનો પ્રેસિડેન્ટ સમરજીતસિંહ ગાયકવાડે આગ્રહ કર્યો હતો અને સંજય પટેલ સહિત તેમના ટેકેદારો એજીએમમાં પહોંચી પણ ગયા હતા. એજીએમની શરૃઆતમાં હિસાબો પાસ કરવા બાબતે જ વિવાદ શરૃ થયો હતો અને પછી સામસામે આક્ષેપો શરૃ થયા હતા.

આ દરમિયાન જ પ્રેસિડેન્ટ સમરજીતસિંહે એજીએમ મુલતવી કરીને વોક આઉટ કરી ગયા હતા અને તેમની સાથે રોયલ જુથના ટેકેદારો પણ બહાર નીકળી ગયા હતા. જે બાદ રીવાઇવલ જુથ દ્વારા એજીએમ ચાલુ રાખવામાં આવી હતી અને પ્રેસિડેન્ટ સમરજીતસિંહ સામે અવિશ્વાસની દરખાસ્ત પાસ કરીને તેમના સ્થાને ડો.જીતેન્દ્ર પટેલની પસંદગી કરી હતી.

આ ઘટના બાદ સમરજીતસિંહે વડોદરા ચેરિટી કમિશ્નર સમક્ષ પોતે ચૂંટાયેલા પ્રેસિડેન્ટ હોવાથી પ્રેસિડેન્ટ તરીકેના હક ભોગવવાનો અધિકાર મળે તેવી અપીલ કરી હતી. આ અપિલ ચેરિટી કમિશ્નરે માન્ય રાખી હતી જેની સામે બીસીએ દ્વારા હાઇકોર્ટમાં અપિલ કરવામાં આવી હતી.

હાઇકોર્ટે નાંધ કરી હતી કે આ નિર્ણય મેરિટના આધારે નહી પરંતુ સુપ્રિમકોર્ટે લોઢા કમિટિના નિયમો લાગુ કરવા જે ગાઇડલાઇન આપી છે તે મૂજબ આ નિર્ણય આપવામાં આવ્યો છે. સમરજીતસિંહે ૯ વર્ષનો કાર્યકાળ બીસીએમાં પૂરો કર્યો છે એટલેે લોઢા સમિતિના નિયમ મૂજબ હવે તેઓ પ્રેસિડેન્ટ તરીકે ચાલુ રહી શકે નહી.

Keywords The,High,Court,canceled,the,order,to,continue,as,the,President,of,Samrajit,Singh,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In ગુજરાત

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…