Home ગુજરાત સતાપરની શાળામાં બાળકોને ઈસુ ખ્રિસ્તની પુસ્તિકાઓનું વિતરણ થતા હોબાળો

સતાપરની શાળામાં બાળકોને ઈસુ ખ્રિસ્તની પુસ્તિકાઓનું વિતરણ થતા હોબાળો

11 second read
0
1

– સરહદી કચ્છમાં આ કેવી પ્રવૃતિ શરૃ થઈ ? : શાળામાં ધાર્મિક પુસ્તકોના વિતરણ પર પાબંદી છતાં

– કેટલાક જાગૃત વાલીઓ અને સંસ્થાઓએ પુસ્તકોને સળગાવી વિરોધ પણ નોંધાવ્યો

મામલાને ૧૦થી ૧૫ દિવસ થઈ ગયા છતાં શિક્ષણ વિભાગ હજુ અંધારામાં !
ગાંધીધામ, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણ કરવામાં આવતુ હોવાના આક્ષેપો અવાર-નવાર ઉઠતા રહેતા હોય છે. તેવામાં હવે સરહદી કચ્છ જિલ્લામાં શાળાઓમાં એક ચોંકાવનારી ભેદી પ્રવૃતિ બહાર આવી છે. અંજાર તાલુકાના સતાપર ખાતે જ્યાં ૯૦ ટકાથી વધારે હિન્દુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યાં ઈસુ ખ્રિસ્તની પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધાર્મિક પુસ્તકોનું શાળામાં વિતરણ કરવાની મનાઈ હોવા છતાં અહી આ નિયમનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. કેટલાક જાગૃત લોકોને આ મામલાની જાણ થતા પુસ્તકોને સળગાવી વિરોધ નોંધાવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ મામલાથી તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગ હજુ અજાણ છે !

આ અંગે મળતી વિગતો મુજબ દેશની સુરક્ષાની દ્રષ્ટીએ કચ્છ જિલ્લો ખૂબ જ સંવેદનશીલ છે. ત્યાં અહી બનતી નાનામાં નાની ઘટના પણ તપાસ માંગી લે તેવી હોય છે. તેવામાં અંજારના સતાપર ખાતે એક શાળામાં થોડા દિવસો અગાઉ કોણ છે આ માણસ ઈસુ નામની એક પુસ્તીકાનું વિતરણ થતા હોબાળો શરૃ થયો છે. બાળકોને શાળામાં આ પુસ્તકોનું વિતરણ થયા બાદ તેઓ ઘરે લઈ આવ્યા હતા. મોટાભાગના વાલીઓએ આ બાબત નજર અંદાજ કરી હતી. પરંતુ કેટલાક જાગૃત નાગરીકો અને સંસૃથાઓ આ બનાવથી ચોંકી ઉઠી છે. કારણ કે શાળામાં અભ્યાસક્રમ સસિવાય આ પ્રકારની ધાર્મિક પુસ્તિકાઓનું વિતરણ નિયમ વિરૃધ છે.

વળી જ્યાં ૯૦ ટકાથી વધારે વિદ્યારર્થીઓ હિન્દુ છે. તે શાળામાં ઈસાઈ ધર્મની પુસ્તિકાનું વિતરણ કરવાનું કારણ શું ? તે પ્રશ્ન પણ ઉપસિૃથત થયો છે. જાગૃત વાલીઓ અને ગ્રામલોકોએ તો આ પુસ્તકો જાહેરમાં સળગાવી વિરોધ પણ કર્યો હતો. સબંધીત શિક્ષકની પણ આ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ આ પુસ્તકો ક્યાંથી આવ્યા તેના પર હજુ રહસ્ય છે. ચોંકાવનારી વાત એ છે કે આ મામલો હજુ શિક્ષણ વિભાગના ધ્યાન પર પણ આવ્યું નથી.તેવામાં શિક્ષણ વિભાગે આ અંગે તટસૃથ તપાસ કરી આ પ્રકારની પ્રવૃતિઓ અટકાવવા જરૃરી પગલા ભરવા જોઈએ.

બાળકોને મજા આવે તે પ્રમાણે સચિત્ર જીવનચરિત્ર
ગાંધીધામ,તા.૧૧
શાળામાં વિતરીત કરવામાં આવેલી આ પુસ્તિકા બાળકોને ગમે તે પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકામાં ઈસુ ખ્રિસ્તનું જીવન રંગીન પાનાઓ પર સચિત્ર બનાવવામાં આવ્યું છે. ત્યારે શાળામાં આ પ્રકારની પુસ્તિકાઓનું વિતરણના કારણો તપાસ થવા જોઈએ.

મારા ધ્યાનમાં મામલો નથી, તપાસ કરાવું :ડીપીઓ
ગાંધીધામ,તા.૧૧
આ અંગે ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમીક શિક્ષણ અિધકારીનો સંપર્ક કરાતા તેઓએ આ મામલા અંગે અજાણતા દર્શાવી હતી. તેઓએ ઉમર્યું હતું કે, આ પ્રકારની ધાર્મિક પુસ્તકો શાળામાં વિતરણ થઈ શકે નહી. હું તપાસ કરાવું છુ. અવું કાઈ બન્યું છે તો પગલા ભરવામાં આવશે.

તમામ શાળાને આવી પુસ્તકોનું વિતરણ ન કરવા તાકિદ કરાઈ હતી
ગાંધીધામ,તા.૧૧
આ અંગે અંજાર તાલુકા કેળવણી નિરીક્ષક સામતભાઈએ જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલા શાળાઓમાં ધાર્મિક પુસ્તકોના વિતરણની મૌખીક ફરિયાદો આવી હતી. ત્યારે તમામ શાળાઓને આ પ્રકારની ધાર્મિક પુસ્તકોનું વિતરણ નહી કરવા લેખીતમાં જાણ કરી હતી. પરંતુ હાલમાં સતાપરમાં આ ધાર્મિક પુસ્તિકાઓના વિતરણની જાણ તેઓને હજુ કોઈએ કરી નથી. આ અંગે તપાસ કરવામાં આવશે. આ પ્રકારની ઘટના બની હશે તો જવાબદાર શિક્ષકને નોટીસ પણ આપવામાં આવશે.

Keywords The,booklets,of,Jesus,Christ,are,distributed,to,children,at,school,in,Sattapar,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In ગુજરાત

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …