Home અમદાવાદ વારસદાર ન હોવાથી રાજપીપળાના 'ગે' પ્રિન્સે મહેલ એલજીબીટી માટે ખૂલ્લો મૂક્યો

વારસદાર ન હોવાથી રાજપીપળાના 'ગે' પ્રિન્સે મહેલ એલજીબીટી માટે ખૂલ્લો મૂક્યો

12 second read
0
5

-સમાજનો ધિક્કાર મેળવતા લોકોને આશરો આપવા અને

-એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર) સમુદાયના લોકોને મહેલમાં આશરો અને તાલીમ આપવામા

અમદાવાદ, તા.11 જાન્યુઆરી 2018,ગુરૃવાર

ગે પ્રિન્સ તરીકેની ઓળખ ધરાવતા માનવેન્દ્રસિંહ ગોહિલે તેમના રાજપીપળાના મહેલને એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્યુઅલ, ટ્રાન્સજેન્ડર) સમુદાયના લોકો માટે ખૂલ્લો મૂકવાની જાહેરાત કરી છે. જ્યાં આવા વ્યક્તિઓ સારી રીતે જીવન વીતાવી શકે તેવા વિકલ્પો ઉભા કરવામાં આવશે.

પોતાને સમલૈગિંક જાહેર કરનારા પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે તેમના રાજપીપળાસ્થિત મહેલને સમલૈંગિક લોકો માટે ખૂલ્લો મૂક્યો છે. એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્યુઅલ, ટ્રાન્સજેન્ડર) સમુદાયના જે લોકોને સમાજ તરફથી તુચ્છકાર મળી રહ્યો છે તેવા લોકોને અહીં આશરો, શિક્ષણ અને રોજગારી માટેની તાલીમ આપવામાં આવશે.

ભારતીય બંધારણની ૩૭૭મી કલમ અનુસાર સમલૈગિંક સંબધો અને વિવાદ ગેરકાયદે છે. જેમાં વર્ષ ૨૦૧૩થી વિવિદ સુધારાઓ અને ચુકાદાઓ આવતા રહ્યા છે. આ નિયમને દૂર કરવા માટે એલજીહીટી સમુદાયના ઘણાં લોકો હાલ ચળવળ ચલાવી રહ્યા છે. માનવેન્દ્રસિંહ વારસો આગળ ન વધવાનો હોવાથી તેમણ આ નિર્ણય લીધો છે.

આ રાજકુમાર કેટલાંક વર્ષો પહેલાં પોતાને ગે જાહેર કર્યા હતા. જો કે તે જાહેરાત બાદ રાજપરિવારે તેમની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. નર્મદા જિલ્લાના રાજપીપળામાં ૧૫ એકરના વિસ્તારમાં આવેલા મહેલમાં એલજીબીટી સેન્ટર ખોલવાની જાહેરાત કરી હતી જેથી પોતને જાતીય રીતે લઘુમતી માનતા લોકો અહીં આશરો મેળવી શકે.

Keywords Rajpipla's,'Gay',Prince,opened,the,palace,for,LGBT,as,he,was,not,the,heir,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …