Home રાજકોટ લાલપરી કાંઠેથી અશોક ઉર્ફ ટીટો અને રજની દેશીની ભઠ્ઠી ચલાવતાં તથા દેશી સાથે ૭ પકડાયા

લાલપરી કાંઠેથી અશોક ઉર્ફ ટીટો અને રજની દેશીની ભઠ્ઠી ચલાવતાં તથા દેશી સાથે ૭ પકડાયા

9 second read
0
8

લાલપરી કાંઠેથી અશોક ઉર્ફ ટીટો અને રજની દેશીની ભઠ્ઠી ચલાવતાં તથા દેશી સાથે ૭ પકડાયા

દારૂ ફેંકી ઇર્શાદ, બાબુ અને સુનિલ ભાગ્યાઃ નશો કરી કાર તથા બાઇક હંકારતા સંજય અને જીજ્ઞેશ પકડાયા

રાજકોટ તા. ૧૪: ચૂંટણીને ધ્યાને રાખી શહેર પોલીસ દ્વારા દરરોજ દારૂની ડ્રાઇવ યોજી દેશી-વિદેશીના ધંધાર્થીઓને પકડી લેવામાં આવે છે.

બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરી હેઠળ પી.એસ.આઇ. પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિજયગીરી, કોન્સ. હંસરાજભાઇ ઝાપડીયા પેટ્રોલીંગમાં હતાં ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે કુવાડવા પોલીસ મથકથી થોડે આગળ મેંગો માર્કેટ પાછળ કરણાભાઇની વાડીની બાજુમાં લાલપરીના કાંઠે દારૂની ભઠ્ઠી ચાલુ છે. તેના આધારે દરોડો પાડવામાં આવતાં બે શખ્સો અશોક ઉર્ફ ટીટો વેલાભાઇ ઝીંઝરીયા (કોળી) (ઉ.૩૫-રહે. લાલપરી મફતીયાપરા) તથા રજની વિનુભાઇ ઝીંઝરીયા (કોળી) (ઉ.૨૭-રહે. માલધારી સોસાયટી-૩)ને પકડી લઇ ૨૩૦૦ લિટર દારૂનો આથો, ૫૦ લિટર દેશી, ભઠ્ઠીના સાધનો મળી રૂ. ૧૧૧૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

જ્યારે ભવાનીનગર મેઇન રોડ પરથી શબ્બીર ઉર્ફ મુન્નો જમાલભાઇ રાઉમાને રૂ. ૬૦ના, ભગવતીપરા આશાબા પીર દરગાહ પાસેથી રમજાન મહમદભાઇ ગોગદાને રૂ. ં૬૦ના, ચુનારાવાડ ડાભી હોટેલવાળી શેરીમાંથી શન્ની શામજીભાઇ સોલંકીને રૂ. ૧૦૦ના, ઘંટેશ્વર ૨૫ વારીયાની નઝમા સિકંદર શાહમદારને રૂ. ૧૦૦ના દારૂ સાથે પકડી લેવાયા હતાં

જ્યારે રૈયાધારનો બાબુ ધારશી વાજેલીયાને રૂ. ૩૦૦નો, કિટીપરાનો ઇર્શાદ કાસમભાઇ જુણેજા રૂ. ૮૦નો અને માંડા ડુંગર ભીમરાવનગર પાસેથી સુનિલ પરષોત્તમભાઇ વઘેરા રૂ. ૧૦૦નો દારૂ ફેંકી ભાગી ગયા હતાં.

દારૂ પી કાર-બાઇક હંકારી દોઢસો ફુટ રીંગ રોડ પર કિસ્મતનગરમાં રહેતો સંજય જીવણભાઇ પરમાર (ઉ.૩૫) દારૂ પી અલ્ટો કાર જીજે૩એચએ-૬૯૧૬ હંકારી રૈયા ચોકડીએથી નીકળતાં પી.એસ.આઇ. ચીહલા, શૈલેષભાઇ સહિતે પકડી લીધો હતો. જ્યારે હરિઓમ પાર્ક-૧નો જીજ્ઞેશ ભીખુભાઇ મહેતા (ઉ.૨૭) નશો કરી બાઇક નં. જીજે૩એએફ-૬૬૨૩ હંકારી ગોવિંદનગરમાંથી નીકળતાં હેડકોન્સ. રણજીતસિંહ અને કોન્સ. ભાવેશ મકવાણાએ પકડી લીધો હતો.

Original Article at Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાજકોટ

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…