Home રાજકોટ રિલાયન્સના સીનીયર ગ્રુપ વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી અકિલાની મુલાકાતે… યુવાનવયે અપ્રતિમ સિદ્ધિઓ

રિલાયન્સના સીનીયર ગ્રુપ વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી અકિલાની મુલાકાતે… યુવાનવયે અપ્રતિમ સિદ્ધિઓ

4 second read
0
6

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ સિનીયર વાઈસ પ્રેસીડેન્ટ અને દેશના ટોચના યુવા ઉદ્યોગપતિ શ્રી ધનરાજ નથવાણી તાજેતરમાં અકિલાની મુલાકાતે આવ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસીડેન્ટ – કોર્પોરેટર અફેર્સ અને ઝારખંડના રાજયસભાના સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણી અને શ્રીમતી વર્ષાબેન નથવાણીના તેઓ જયેષ્ઠ પુત્ર છે. જામનગર ખાતેની વિશ્વની ટોચની ઓઈલ રિફાઈનરીઓમાં મોખરાનું સ્થાન ધરાવતી રિલાયન્સ ઓઈલ રીફાઈનરીનાં જંગી સંકુલનું માત્ર ૩૧ વર્ષની યુવાન વયે તેઓ સુંદર સંચાલન સંભાળી રહ્યા છે. ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ધનરાજભાઈએ અનેકવિધ બાબતો અંગે મુકતમને ચર્ચા – વિચારણા કરી હતી. આ પ્રસંગે જોગાનુજોગ અકિલાના આંગણે ગુજરાત બાર કાઉન્સીલના તત્કાલીન ચેરમેન અને ગુજરાતના ટોચના ધારાશાસ્ત્રી શ્રી મનોજભાઈ અનડકટ તથા ''અકિલા''ના જામનગર જીલ્લાના બ્યુરો ચીફ અને દેશના ટોચના ઓસ્ટ્રોલોજર શ્રી મુકુન્દભાઈ બદીયાણી ઉપસ્થિત હતા. તેમની સાથે ધનરાજભાઈએ વિચારોની આપ-લે કરી હતી. ૩૧ વર્ષની યુવાનવયે શ્રી ધનરાજ નથવાણીએ અભૂતપૂર્વ વહીવટી કૌશલ્ય દાખવ્યુ છે અને જામનગર ખાતેની રિલાયન્સ ઓઈલ રિફાઈનરી ઉપરાંત દ્વારકા ખાતેના દ્વારકાધીશ મંદિર તથા શ્રીનાથજી મંદિરની નિયમીત મુલાકાત લઈ દર્શનાર્થે જવા ઉપરાંત વહીવટી કાળજી પણ લઈ રહ્યા છે. દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના તેઓ શ્રી વાઈસ ચેરમેન છે. શ્રી ધનરાજ નથવાણી સાથે તેમના પીએ શ્રી ચિરાગભાઈ દલસાણીયા તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પીઆરઓ શ્રી જયેશભાઈ શાહ આ મુલાકાત દરમિયાન સાથે રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

Original Article at Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાજકોટ

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…