Home અમદાવાદ રાહુલ ગાંધી તા.૮મીથી ગુજરાતમાં ૧૧મીએ અમદાવાદમાં વિશાળ રોડ શો યોજાશે

રાહુલ ગાંધી તા.૮મીથી ગુજરાતમાં ૧૧મીએ અમદાવાદમાં વિશાળ રોડ શો યોજાશે

16 second read
0
6

-ઓખીને પગલે કોંગ્રેસ ઉપાધ્યક્ષના કાર્યક્રમ રદ કરાયાં

-રાહુલ ગાંધી ચાર દિવસ સુધી મધ્ય ગુજરાત-ઉત્તર ગુજરાતને ઘમરોળશે, છેલ્લા તબક્કામાં કોંગ્રેસનો આક્રમક પ્

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

ઓખી વાવાઝોડાને લીધે વિધાનસભા ચૂંટણી પ્રચારમાં જાણે ઝંઝાવતી બ્રેક લાગી ગઇ છે. પ્રથમ ચરણના ઉમેદવારો તો ચિંતામાં મૂકાઇ ગયા છે. રાહુલ ગાંધીના તમામ કાર્યક્રમ રદ કરી દેવાયાં છે. તા.૮મી રાહુલ ફરી ગુજરાતની ચાર દિવસીય મુલાકાતે આવી રહ્યા છે.

સૂત્રોના મતે, ગુજરાતમાં ઓખીને લીધે હવામાનમાં ઓચિંતો બદલાવ આવ્યો છે. કચ્છના અંજારને બાદ કરતાં અન્ય શહેરોમાં રાહુલ ગાંધીની સભા થઇ શકી નથી. ૬,૭મીના કાર્યક્રમો રદ કરતાં રાહુલ ગાંધી દિલ્હી રવાના થયા છે. હવે ૮,૯,૧૦,૧૧મીએ તેઓ ફરી ગુજરાતમાં ચૂંટણી પ્રચારઅર્થે આવશે. રાહુલ ગાંધી મહેસાણા,સાબરકાંઠા,આણંદ,ખેડા,માતર સહિત મધ્ય-ઉત્તર ગુજરાતમાં છેલ્લા તબક્કાનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરશે.

તા.૧૧મીએ અમદાવાદમાં રાહુલ ગાંધીનો રોડ શો આયોજિત કરવામાં આવ્યો છે જેની અત્યારથી કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે.અમદાવાદમાં જ રાહુલ એક જાહેરસભાને પણ સંબોધન કરશે. પ્રથમ ચરણના મતદાનને આડે હવે બે દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે મતદારો સાથે સીધો સંપર્ક કરવા ડોર ટુ ડોર પ્રચારને પણ વેગવાન બનાવ્યો છે.

Keywords Rahul,Gandhi,will,be,holding,huge,roadshops,in,Ahmedabad,on,11th,of,the,month,from,8th,to,9th,Ahmedabad,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…