Home રાષ્ટ્રીય યોગી ઉ. પ્રદેશમાં 14 દિવસમાં 32 રેલી કરી પ્રચારની શરૂઆત કરશે

યોગી ઉ. પ્રદેશમાં 14 દિવસમાં 32 રેલી કરી પ્રચારની શરૂઆત કરશે

12 second read
0
1

– 22 નવેમ્બરથી શરૂ થતી ત્રણ તબકકાની મ્યુ.ચૂંટણીઓ યોગી સરકાર માટે અગ્નિપરીક્ષા સાબિત થશે

(પીટીઆઇ) લખનઉ, તા. 14 નવેમ્બર 2017 મંગળવાર

મુખ્યપ્રધાન યોગી રાજ્યની મ્યુનિસિપાલિટીઓની ચૂંટણીના પ્રચારની શરૂઆત આવતી કાલથી ધર્મનગરી અયોધ્યાથી કરશે. 22 નવેમ્બરથી શરૂ થતી ત્રણ તબકકાની મ્યુ.ચૂંટણીઓ યોગી સરકારની લોકપ્રિયતા માટે અગ્નિ પરીક્ષા સાબિત થશે.

માર્ચમાં જંગી બહુમતી મેળવીને ભાજપની સરકારે રાજ્યમાં સત્તા હાસલ કરી હતી.' મુખ્ય પ્રધાન યોગી ચૂંટણીઓ યોજાવાની છે તે તમામ 16 મ્યુનિ.માં રેલીને સંબોધશે. મુખ્ય પ્રધાન યોગી 14 નવેમ્બરે અયોધ્યાથી પ્રચાર ઝુંબેશ શરૂ કરશે અને એજ દિવસે તેઓ બહેરાઇચ અને ગોંદા જિલ્લાઓની પણ મુલાકાત લે તેવી સંભાવના છે' એમ એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું.

રાજ્યમાં ૬૫૨ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઓ યોજાશે. અત્યાર સુધી આ આંકડો સૌથી મોટો છે.

યોગી આદિત્યનાથે ગઇ કાલે આનંદ વ્યક્ત કર્યો હતો કે અયોધ્યા અને મથુરા-વૃંદાવનમાં પહેલી વાર મ્યુ. કોર્પોરેશનની પણ ચૂંટણીઓ યોજાશે જેની રચના યોગી રાજમાં કરાઇ હતી.નવ મેના રોજ ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા અને મથુરા-વૃંદાવનને મ્યુ.કોર્પોરેશનનો દરજ્જો આપ્યો હતો. આની પાછળનો વિચાર બન્ને ધર્મ નગરીઓને વધુ સારી સુવિધાઓ પુરી પાડવાનો હતો.

અયોધ્યા મ્યુ. કોર્પેોરેશનમાં ફૈઝાબાદ અને અયોધ્યા એમ બન્ને શહેરોને આવરી લેવાયા છે જ્યારે મથુરા-વૃંદાવનમાં બન્ને ધર્મ નગરીઓની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.ગયા મહિને ઓયોધ્યામાં તેમની સરકાર દ્વારા કરાયેલી ઉજવણીમાં દિવાળી પહેંલા યોગીએ વિવાદાસ્પદ રામ જન્મભૂમી અયોધ્યાની મુલાકાત લીધી હતી જેના કારણે વિપક્ષોએ તેમની પર ધર્મની રાજનીતીએ આક્ષેપ કર્યો હતો.

Keywords Yogi,U,In,the,14,days,of,the,region,32,rallies,will,start,the,campaign,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…