Home અમદાવાદ મ્યુનિ. ભાજપના હોદ્દેદારો વચ્ચેની જૂથબંધી અને ખેંચતાણ બહાર આવ્યા

મ્યુનિ. ભાજપના હોદ્દેદારો વચ્ચેની જૂથબંધી અને ખેંચતાણ બહાર આવ્યા

6 second read
0
5

-સ્ટેન્ડિંગ કમિટીની એજન્ડા બેઠકમાં

-'નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા' દ્વારા તા. ૨૩મી માર્ચથી ટાગોર હોલમાં થિયેટર ઓલિમ્પિક્સ યોજાશે

અમદાવાદ, તા.11 જાન્યુઆરી 2018,ગુરૃવાર

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના ભાજપના સત્તાવાળાઓ વચ્ચે જૂથવાદ અને અંદરોઅંદરની ખેંચતાણ વધતી જાય છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વેની એજન્ડા મીટીંગમાં આવા જ કારણોસર ડે.મેયર, પક્ષના નેતા અને દંડકને બોલાવાયા નહીં હોવાનો વિવાદ શરૃ થયો છે.

આ અંગે એક હોદ્દેદારે જણાવ્યું હતું કે અગાઉ એજન્ડા મીટીંગમાં અમને બોલાવતા હતા. આ માટે અમે ૩.૩૦ વાગ્યે આવી ગયા હતા. પરંતુ છેલ્લા ત્રણ-ચાર એજન્ડા બેઠકથી અમને કોઈ બોલાવતું નથી. આ અંગે મેયરને પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે, એજન્ડા પરના કામો ઓછા હતા તેથી સ્ટેન્ડિંગ ચેરમેને મારી સાથે પણ ઉભા ઉભા જ વાત કરી હતી.

ઉપરાંત મીટિંગમાં બોલાવવા કરતાં તેમણે આવી જવાનું હોય આમ જૂથબંધી આજે સપાટી પર આવી હતી. સ્મૃતિ મંદિરના રોડના પ્રશ્નની ચર્ચા વખતે પણ સ્ટેન્ડિંગમાં ચેરમેન ઉશ્કેરાઈ ગયા હતા, સભ્યએ કહ્યું હતું કે હું વડાપ્રધાન સુધી જઈશ.

ઉપરાંત આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વાડજમાં વ્યાસવાડી નજીક વીજળીની હાઇટેન્શન લાઈન નીચે કોઈએ બાંધી દીધેલાં ચાર માળના બિલ્ડિંગને મ્યુનિ.એ અગાઉના વર્ષોમાં સીલ મારી દીધું હતું. આમ છતાં કોઈએ ચાર-પાંચ ગ્રાઉન્ડફલોરની દુકાનોનો ઉપયોગ શરૃ કરી દીધો છે, તેવી ફરિયાદ ઉભી થઈ હતી.

જ્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, ભારત સરકારની કલ્ચરલ મિનિસ્ટરી દ્વારા તા. ૨૩-૩-૨૦૧૮ થી તા. ૮-૪-૨૦૧૮ દરમ્યાન ટાગોરહોલમાં '૮મો થિયેટર ઓલમ્પિક્સ ૨૦૧૮' યોજાનાર હોવાથી સ્ટેન્ડિંગ કમિટીમાં એવો નિર્ણય લેવાયો હતો, આ સમયગાળામાં જેમણે હોલનું બુકીંગ કરાવ્યું હશે તે રદ્દ કરવામાં આવશે. તેમને ભરેલા નાણાં પરત અપાશે અથવા અન્યત્ર ખાલી હોલ હોય ત્યાં તેમને વ્યવસ્થા કરી લેવા સમજાવાશે.

તેમજ એક સભ્યએ સ્ટેન્ડિંગ કમિટીમાં રોડના કામો ક્યાંય ચાલતા નથી તેમ જણાવતા ચેરમેને આગામી સપ્તાહે આ અંગે સમીક્ષા કરવા અલાયદી બેઠક બોલાવવાનું નક્કી કર્યું હતું.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …