Home અમદાવાદ માણસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૧૦ સભ્યોને ગેરલાયક ઠેરવાયા

માણસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૧૦ સભ્યોને ગેરલાયક ઠેરવાયા

10 second read
0
5

-સભ્યો ગેરલાયક ઠેરવાયા તે ભાજપને લપડાક:કોંગ્રેસ

-વિધાનસભા ચૂંટણીમાં માણસા તાલુકા પંચાયત પ્રમુખ સહિત ૧૦ સભ્યોએ પક્ષપલટો કર્યો હતો

અમદાવાદ, તા.11 જાન્યુઆરી 2018,ગુરૃવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે બળવો કરીને પક્ષપલટો કરનારા માણસા તાલુકા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલા ૧૦ સભ્યોને ગુજરાત પક્ષાંતર ધારાની કલમ મુજબ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જે સભ્યોને ગેરલાયક ઠેરવાયા છે તેમાં માણસા તાલુકા પંચાયત પ્રમુખનો પણ સમાવેશ થાય છે.

માણસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ૧૮ સભ્યો ચૂંટાયા હતા. આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, '૧૪૭ તાલુકા પંચાયત-૨૩ જિલ્લા પંચાયતમાં સ્થાનિકોએ કોંગ્રેસના સભ્યોને વિજય અપાવ્યો હતો.

પરંતુ ૧૦ સભ્યોએ માત્ર પક્ષનો જ નહીં સ્થાનિકોના વિશ્વાસનો પણ દ્રોહ કરીને વિધાનસભા ચૂંટણી વખતે પક્ષ પલટો કર્યો હતો. આ દ્રોહ કરવા બદલ સભ્યોને છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવાના આદેશ આવકારવાલાયક છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનારા માણસા તાલુકા પંચાયત પ્રમુખ સહિતના ૧૦ સભ્યોને ગેરલાયક ઠેરવાતા ભાજપને પણ લપડાક પડી છે.આ સભ્યોને ગેરલાયક ઠેરવવા ડેજીગ્નેટેડ ઓથોરિટી સમક્ષ દાદ માગી હતી.

રાજ્યમાં જે પણ જિલ્લા-તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ચૂંટાયેલા સભ્યોએ પક્ષપલટો કર્યો છે તેની સામે આગામી સમયમાં કડક કાનૂની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. ' જે સભ્યોને ગેરલાયક ઠેરવાયા તેમાં જીલાબહેન રાઠોડ, વિપુલ પટેલ, વિનુબા દેવડા, માધાભાઇ ચૌધરી, સંગીતાબહેન ઠાકોર, જયંતિભાઇ પટેલ, વિષ્ણુ ચૌધરી, જગતસિંહ બિહોલા, ઉષબહેન ચૌધરી, જશવંતસિંહ રાઠોડનો સમાવેશ થાય છે.

Keywords In,the,Mansa,Taluka,Panchayat,,10,members,of,Congress,were,disqualified,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …