Home રાષ્ટ્રીય મધ્ય પ્રદેશના બુધની જંગલમાં વાઘના હુમલામાં કિશોરનું મોત

મધ્ય પ્રદેશના બુધની જંગલમાં વાઘના હુમલામાં કિશોરનું મોત

1 second read
0
1

– વાઘ માનવભક્ષી બન્યાનો વન વિભાગનો ઈનકાર

– મૃતકના પરિવારને રૃ. ચાર લાખની સહાય

(પીટીઆઈ) સેહોરે, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

મધ્ય પ્રદેશના સેહોરે જિલ્લામાં આવેલા બુધની જંગલમાં એક વાઘે, એક નવ વર્ષના છોકરા પર હુમલો કરને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. આ આદિવાસી બાળક લાકડા લેવા જંગલમાં ગયો ત્યારે વાઘે તેના પર હુમલો કર્યો હતો.

જીલ્લા મુખ્યાલયથી આશરે ૧૦૦ કિ.મી. દૂર આવેલા આ જંગલમાં ગત ૨૫ દિવસમાં આ બીજી આવી ઘટના બની છે. પૂર્વે એક બાળક પર હુમલો કરીને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. મૃતક છોકરાનું નામ શેખર પરાટે હોવાનું જણાયું છે. તેમ વન સંરક્ષક અધિકારી મનોર અર્ગલે માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અમે તે પરિવારને તાત્કાલીક ૧૦,૦૦૦ રૃ.ની સહાય આપી છે અને તેમને ટૂંક સમયમાં ૪ લાખ રૃ.ની સહાય કરવામાં આવશે.

આ પૂર્વે ૨૦મી ઓક્ટોબરે, બુધનીમાં જ એક બાળક પર હુમલો કરીને વાઘે તેને મારી નાંખ્યું હતું. જે વાઘે, બાળકની હત્યા કરી હતી તેણે જ પરાટેની હત્યા કરી હતી કે કેમ? જવાબમાં અર્ગલે કહ્યું હતું કે આ જંગલ આશરે ૧૦ કિ.મી.માં પથરાયેલું છે. રાતાપણી વાઘ અભયારણ્યના ચાર વાઘને અહીં લાવીને આશ્રય અપાયો છે. તે સંજોગોમાં કોઈ એક વાઘ 'નરભક્ષી' બની ગયો હોય અને તેણે જ આ બન્ને બાળકોની હત્યા કરી હોય તે કહેવું મુશ્કેલ છે. જો કે તેમણે કોઈ વાઘ 'માનવભક્ષી' બની ગયો હોવાનો ઈનકાર કર્યો છે.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…