Home અમદાવાદ ભાજપના રાજમાં એસટીનું ખાનગીકરણ રોજનું ૧.૧૧ કરોડનું નુકસાન:કોંગ્રેસ

ભાજપના રાજમાં એસટીનું ખાનગીકરણ રોજનું ૧.૧૧ કરોડનું નુકસાન:કોંગ્રેસ

11 second read
0
5

-ત્રણ શહેરના પાંચ બસ સ્ટેશન ખાનગી કંપનીઓને આપી દેવાયા

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

ગુજરાતની ભાજપ સરકારે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટમાં સેવાનું ખાનગીકરણ કરીને કરોડો રૃપિયાનું નુકશાન કર્યુ છે અને છેલ્લા ૨૨ વર્ષમાં પ્રવાસી વધવા છતાં બસો અને ટ્રીપની સંખ્યા વધવાને બદલે ખૂબ જ ઘટી છે.કોંગ્રેસે ભાજપ સરકાર સામે આક્ષેપ કર્યો છે કે સરકારે રાજ્યના ત્રણ શહેરના પાંચ મોટા બસ સ્ટેશન ખાનગી કંપનીઓને ચલાવવા આપી દીધા છે.

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મીડિયા પ્રભારી રણદિપસિંહ સુરજેવાલાએ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે છેલ્લા ૨૨ વર્ષમાં ભાજપના રાજમાં એસટી બસ સેવામાં ૧૦૦ ટકા કાપ મુકીને કરોડો રૃપિયાની સબ્સિડીનું નુકશાન પ્રજાને માથે નાખી દેવાયુ છે.

ભાજપ સરકારે કરોડો રૃપિયાની સરકારી જમીનનું ખાનગીકરણ કરીને જાહેર જનતાને કરોડો રૃપિયાનો ચુનો લગાવ્યો છે.રોડ ટ્રાન્સપોર્ટ સેવાઓમાં આજે રોજનું ૧,૧૧,૬૦,૫૫૫ રૃપિયાનું નુકશાન થઈ રહ્યુ છે.

ભાજપની એક માત્ર નીતિ ખાનગીકરણ બની ગઈ હોઈ સરકારે છેલ્લા ૨૨ વર્ષમાં બસોની સંખ્યા વધારવાને બદલે ઘટાડી નાખી છે.આજે લાખો લોકો એસટી બસમાં મુસાફરી કરે છે અને દર વર્ષે બસમાં પ્રવાસ કરતા મુસાફરો વધી રહ્યા છે તેમ છતાં બસની સંખ્યા અને ટ્રીપ ઘટી છે.

૧૯૯૪માં કોંગ્રેસના સમયમાં ૭૮૫૩ બસ હતી તે ઘટીને ૨૦૧૭માં ૬૮૪૩ થઈ ગઈ છે અને ૧૯૯૪માં ૭૦,૪૪૨ ટ્રીપ (બસ ફેરા) હતી જે ૨૦૧૭માં ઘટીને ૪૪૭૦૦ થઈ .

Keywords BJP's,privatization,of,STs,in,the,state,is,worth,1.11,crore,per,day:,Congress,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…