Home અમદાવાદ બળવાખોર બાબુ મેઘજી સહિત ૧૫ કોંગ્રેસીઓ પક્ષમાંથી સસ્પેન્ડ

બળવાખોર બાબુ મેઘજી સહિત ૧૫ કોંગ્રેસીઓ પક્ષમાંથી સસ્પેન્ડ

8 second read
0
6

-પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડતા

-કોંગ્રેસના ઉમેદવારો સામે અપક્ષ ચૂંટણી લડનારાને કોંગ્રેસે ઘરનો રસ્તો દેખાડયો,બળવાખોરો સામે નજર

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેટલાંય અસંતુષ્ટ કોંગ્રેસીઓએ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝૂકાવ્યુ છે. કોંગ્રેસના જ ઉમેદવારો સામે ચૂંટણી લડતા બળવાખોરોને સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે. કોંગ્રેસે પૂર્વ નાણાંમંત્રી બાબુ મેઘજી શાહ સહિત કુલ મળીને ૧૫ કોંગ્રેસીઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.

અમદાવાદમાં વટવાના મ્યુનિ.કોર્પોરેટર અતુલ પટેલ,નરોડામાં કશ્યપ રાજકુમાર,ઘાટલોડિયામાં બુધાજી ઠાકોર,અસારવામાં લલિત રાજપરાને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયાં છે. પ્રદેશ ડેલિગેટ માવજીભાઇ પટેલ થરાદ મતવિસ્તારમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે તેમને પણ સસ્પેન્ડ કરાયાં છે.

પ્રાંતિજમાંથી રાજેન્દ્રસિંહ ઝાલા,હિંમતનગરમાંથી ચંદ્રકાન્ત પટેલ,કાંકરેજમાંથી લેબુંજી ઠાકોરને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. લુણાવાડા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન રતનસિંહ રાઠોડ,બેચરાજીમાંથી કિરીટ પટેલ,ખેરાલુમાંથી મુકેશ દેસાઇ,પંચમહાલના મોરવાહરફમાંથી ભૂપત ખાંટને કોંગ્રેસે ઘરનો રસ્તો દેખાડી દીધો છે.

હજુય ઘણાં બળવાખોરો પર કોંગ્રેસે નજર રાખી છે. તેમને સમજાવવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું કે, પક્ષવિરોધી પ્રવૃતિ કોઇપણ ભોગે ચલાવી નહી લેવાય. ચૂંટણીમાં પક્ષને નુકશાન કરનારને બક્ષવામાં આવશે નહીં.

Keywords 15,Congressmen,including,rebel,Babu,Meghjee,suspended,from,the,party,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…