Home અમદાવાદ ફોટો મતદાર કાપલીમાં મતદારની તમામ વિગતો દર્શાવવામાં આવી

ફોટો મતદાર કાપલીમાં મતદારની તમામ વિગતો દર્શાવવામાં આવી

9 second read
0
4

– મતદાનની પ્રક્રિયા સરળ, ઝડપી બનાવવા માટે

અમદાવાદ, 7 ડિસેમ્બર 2017 ગુરુવાર

અમદાવાદની 21 વિધાનસભા બેઠકો પર કુલ 52,75,062 મતદારોને ચૂંટણીપંચ દ્વારા ફોટો મતદાર કાપલીનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ વખતે મતદાર કાપલીની વિશેષતા એ છેકે તેમાં મતદારની તમામ વિગતોનો સમાવેશ કરી દેવાયો છે. તો પણ જો કોઇ સમસ્યા હોય તો મતદારો તાત્કાલિક ધોરણે બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરી શકે તે માટે તેઓનો મોબાઇલ નંબર પર છાપવામાં આવ્યો છે.

સમસ્યાના ઉકેલ માટે મતદાર કાપલીમાં બીએલઓનો મોબાઇલ નંબર પણ મૂકાયો

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૭ની ફોટો મતદાર કાપલીમાં રાજ્ય, વિધાનસભા મતવિભાગ, મતદારનું નામ, જાતિ, મતદાર ઓળખપત્ર નંબર, પિતા-પતિનું નામ, ભાગ નંબર, ભાગનું નામ, મતદાર ક્રમાંક અને મતદાન મથકની વિગતો સચોટ રીતે દર્શાવાઇ છે.

ઉપરાંત મતદાનનો સમય, તારીખ, વિગતો અધતનકર્યા તારીખ, જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. એટલે સુધી કે કાપલીની પાછળના ભાગમાં મતદાન મથકનો નકશો પણ અપાયો છે.

આ ઉપરાંત જરૃરી સુચનાઓ પણ અપાઇ છે. મતદાનના સમયે મહિલ મતદારોની અલગ લાઇનો કરવી, વરિષ્ઠ નાગરીકોને મતદાનમાં અગ્રિમતા આપવામાં આવશે. આ અંગે ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ મતદાર કાપલીમાં જ તમામ વિગતો હોવાથી મતદારે તેમજ મતદાન અધિકારીઓને સરળતા રહેશે જેથી મોટાભાગનો સમય બચી જશે તેમજ મતદાન પ્રક્રિયાની ઝડપ વધશે.

Keywords Photo,voter,slip,showed,all,the,details,of,the,voter ,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…