Home અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇતિહાસને તોડી મરોડીને રજૂ ન કરે: આનંદ શર્મા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇતિહાસને તોડી મરોડીને રજૂ ન કરે: આનંદ શર્મા

10 second read
0
6

-ડૉ.આંબેડકર,સરદાર પટેલ,નહેરૃનું અપમાન ન કરો

-વડાપ્રધાન ઇચ્છે ત્યાં કોંગ્રેસ ચર્ચા કરવા તૈયાર છે, મોદી સંસદસત્ર બોલાવે,સાથીમિત્રોના કૌભાંડ ખૂલી જ

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભામાં કહ્યું કે, પ્રધાનમંત્રીની ચૂંટણીમાં સરદાર પટેલનો વિજય થયો તેમ છતાંય મહાત્મા ગાંધીજીએ જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા હતા. વાસ્તવમાં ભારતનું સંવિધાન ૨૬મી જાન્યુઆરી,૧૯૫૦એ અમલી બન્યુ ત્યારબાદ ચૂંટણીની પ્રથમ બેઠક ૧૭,એપ્રિલ,૧૯૫૨ના રોજ થઇ તો પછી,સંવિધાન વિના પ્રધાનમંત્રીની ચૂંટણી થઇ કેવી રીતે. નરેન્દ્ર મોદી આનો જવાબ આપે.વડાપ્રધાન ઇતિહાસને તોડી મરોડીને રજૂ ન કરે.ઇતિહાસનું સન્માન કરે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ એ નક્કી કરે કે,તેઓ કયા મુદ્દે ચૂંટણી લડી રહ્યાંછે.વડાપ્રધાન પોતાના સાડા ત્રણ વર્ષનો હિસાબ તો આપે, કેટલાં વચનો પૂર્ણ કર્યા તે દેશની જનતાને જણાવે તેવો ઉલ્લેખ કરી પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જયાં ઇચ્છે ત્યાં કોંગ્રેસ સામસામે ચર્ચા કરવા તૈયાર છે જેનો મોદીએ આજદીન સુધી જવાબ આપ્યો નથી.ભાજપના સાથી કાર્યકરોના કૌભાંડ ખૂલે તે માટે જ મોદી સંસદસત્ર બોલાવતા નથી.

નરેન્દ્ર મોદી સરદાર,નહેરૃ વિરૃધ્ધ જાણે ઝેર ઓકી રહ્યાં છે તવો આરોપ મૂકતાં તેમણે વધુમાં કહ્યું કે,ડૉ.આંબેડકર સન્માનિય નેતા હતાં. કોંગ્રેસ સામે પરાજીત થતા ડૉ.એમ.આર.જયકરને રાજીનામુ અપાવી બેઠક ખાલી કરાવી હતી. બંગાળથી ચૂંટણી લડાવી કેબિનેટમાં કાયદામંત્રી બનાવ્યા હતાં. મોદી સરદાર પટેલ,જવાહરલાલ નહેરૃ અને ડૉ.આંબેડકર વિરૃધ્ધ ખોટુ અપમાન કરી રહ્યાં છે.

Keywords Prime,Minister,Narendra,Modi,does,not,want,to,break,the,history,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…