Home અમદાવાદ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ બંધ

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ બંધ

16 second read
0
7

-એક બાજુ 'ઓખી' બીજી બાજુ પ્રચારનું વાવાઝોડું શાંત

-સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે ૯મી ડીસેમ્બરે મતદાન યોજાઇ રહ્યું છે

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે ૯મી ડીસેમ્બરે યોજાનારી ચૂંટણી માટેની પ્રચાર કામીગીરીનો આવતીકાલે ગુરૃવારે સાંજે પાંચ વાગ્યે અંત આવશે. એટલે કે રાજ્યભરમાં જાહેર સભાએ – રેલીઓ અને રોડ-શો સહિતના પ્રચારના પડઘમ બંધ થઇ જશે. ત્યાર બાદ ઉમેદવારો ઘરે-ઘરે જઇને ડોર ટુ ડોર પ્રચાર કરશે. જો કે આવતીકાલે પણ સાંજ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના અનેક નેતાઓની જાહેર સભા યોજાઇ જશે.

પ્રથમ તબક્કાની ચૂંટણી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાઇ રહી છે. સમગ્ર દેશમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઇ છે. બીજી બાજુ છેલ્લા ૨૨ વર્ષથી સત્તા વગર વનવાસ ભોગવતી કોંગ્રેસને પણ આ વખતે જીત માટેની તક દેખાઇ રહી છે. ભાજપ વિરોધી ઊભો થયેલો લોકજુવાળ તથા ત્રણ યુવા નેતાઓ દ્વારા આડકતરી મળી રહેલી મદદને સહારે કોંગ્રેસ ગુજરાત પર પોતાનો પંજો જમાવવા તલપાપડ છે.

જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ભાજપને ફરીથી સત્તા અપાવવા માટે કોઇ કસર છોડી નથી. છેલ્લા ત્રણેક મહિનાથી તેઓ ગુજરાત પર સીધુ મોનિટરીંગ કરી રહ્યા છે. એમાં પણ છેલ્લા એક મહિનાથી તો તેઓ અહીં જ છે.

દિવસ-રાત જોયા વગર કાર્યકરો-આગેવાનોનો ઉત્સાહ વધારી ચૂંટણી જીતવા માટેનું માર્ગદર્શન સતત આપી રહ્યા છે. ભાજપના ચૂંટણી પ્રચાર માટે ખુદ રાજનાથસિંહ સહિતનાં બે ડઝનથી વધારે કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો મેદાનમાં ઉતરી ગયા છે.

ચૂંટણી પંચના નિયમો મુજબ ૯મીએ મતદાન થવાનું હોવાથી ૭મીએ સાંજે પાંચ વાગ્યે પ્રચારકાર્ય બંધ કરવું પડશે. રાજકીય બન્ને પક્ષોએ ચૂંટણી જીતવા માટે અનેક વખત પોતાની રણનીતિઓ બદલાવી છે. આગામી બીજા તબક્કાની ચૂંટણીમાં પણ નવા મુદ્દાઓ આવશે.

Keywords For,the,first,phase,elections,today,,the,publicity,drops,at,5,o'clock,in,the,evening,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…