Home મુખ્ય સમાચાર પાસ કોંગ્રેસમાં જોડાશે નહિ પણ આપશે છુપો ટેકો

પાસ કોંગ્રેસમાં જોડાશે નહિ પણ આપશે છુપો ટેકો

10 second read
0
7

'પાસ' કોંગ્રેસમાં જોડાશે નહિ પણ આપશે છુપો ટેકો

ભાજપને હરાવવા હાર્દિક પટેલ અમુક સ્વતંત્ર બેઠક પરથી 'પાસ'ના ઉમેદવારો ઉભા રાખશેઃ બદલામાં કોંગ્રેસ નબળાને મૂકશેઃ સુરતની વરાછા સીટ માટે PAASના અલ્પેશ કથિરીયા, બોટાદમાં દિલીપ સાબવા, ધોરાજીમાં લલિત વસોયા, મહેસાણામાં લાલજી પટેલ, મોરબીમાં મનોજ પનારા અને અમદાવાદની વટવા સીટ પર ગીતા પટેલ તથા સાબરમતી સીટ પર અતુલ પટેલ ઉમેદવારી નોંધાવશે

નવી દિલ્હી તા. ૧૩ : કોંગ્રેસે પાટીદારોને ભારતના બંધારણની કલમ ૩૧ અને ૩૮ (૨) અંતર્ગત અનામતના હાલના ૪૯ ટકા કવોટાને ડિસ્ટર્બ કર્યા વિના અનામત આપવાનું વચન આપ્યું છે. તેની સામે PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ) હવે ગુજરાતની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને છૂપો ટેકો આપે તેવી શકયતા છે. સંવિધાનની કલમ ૩૧ અને ૩૮ (૨)ને ચેલેન્જ કરી શકાય તેવી નથી. આ કલમ વ્યકિતગત કે જૂથની આર્થિક અસમાનતા દૂર કરવા માટે, સામાજિક સ્તરમાં અસમાનતા ઘટાડવા માટે, સમાન સુવિધા અને તક આપવાના રાજય સરકારના નિર્ણયનું રક્ષણ કરે છે.

PAASના સૂત્રોના જણાવ્યા મુજબ અનામત આંદોલન મુદ્દે પાટીદાર સમાજના વકીલો, નિવૃત્ત જજો તથા સરકારી અધિકારીઓ દ્વારા વિગતે ચર્ચા કરવામાં આવી હતી. PAAS કન્વીનર હાર્દિક પટેલ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા વિના આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો જાહેર કરે તેવી શકયતા છે. કોંગ્રેસ માટે આ વિન-વિન સિચ્યુએશન છે કારણ કે તેઓ માત્ર પાટીદારને જ નહિ પરંતુ વૈષ્ણવ, બ્રાહ્મણ તથા રાજપૂતોને પણ યોગ્ય અનામત આપી શકશે. ઉલ્લેખનીય છે કે આ સમાજો ભાજપની સ્ટ્રોન્ગ વોટ બેન્ક છે.

ભાજપને હરાવવાનો આશય જાહેર કરી ચૂકેલો હાર્દિક પટેલ અમુક સ્વતંત્ર સીટો પરથી PAASના ઉમેદવારને ઊભા રાખે તેવી શકયતા છે. બદલામાં કોંગ્રેસ આ જગ્યાએ નબળા ઉમેદવારો ઊભા રાખશે અને અપ્રત્યક્ષ રીતે PAASના ઉમેદવારોને સપોર્ટ કરશે. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ સુરતની વરાછા સીટ માટે PAASના અલ્પેશ કથિરિયા, બોટાદમાં દિલીપ સાબવા, ધોરાજીમાં લલિત વાસૌયા, મહેસાણામાં લાલજી પટેલ, મોરબીમાં મનોજ પનારા અને અમદાવાદની વટવા સીટ પર ગીતા પટેલ તથા સાબરમતી સીટ પર અતુલ પટેલ ઉમેદવારી નોંધાવશે.

અગાઉ PAASની કોર કમિટીએ પાંચ માંગ રાખી હતી. જેમાં પાટીદાર આંદોલનકારો સામેના કેસ અને હાર્દિક પટેલ સામે દેશદ્રોહનો કેસ પાછો ખેચવાની, ૧૪ પાટીદારોનું મોત નીપજાવનાર પોલીસ અધિકારીઓ સામે પગલા ભરવાની, મૃતકના પરિવારને ૩૫ લાખનું વળતર આપવાની, મૃતકના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની અને પાટીદારોને અનામત આપવાની માંગનો સમાવેશ ાય છે. કોંગ્રેસે આ માંગનો સ્વીકાર કર્યો છે. ૯ નવેમ્બરે PAASના પ્રતિનિધિઓ ભૂતપૂર્વ એચઆરડી અને કાયદા મંત્રી કપિલ સિબલ સાથે મુલાકાત કરીને અનામત મુદ્દે ચર્ચા કરી હતી.

PAASની કોર કમિટી સભ્યો દિનેશ બાંભણિયાએ અમારા સહયોગી અખબાર મિરરને જણાવ્યું, 'હાર્દિક પટેલ સોમવારે સત્તાવાર જાહેરાત કરશે. અમને આશા છે કે અનામત મુદ્દે કોઈ પોઝિટિવ નિર્ણય લેવાય.' કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયાએ મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું, 'અમે આ મીટીંગનો નિષ્કર્ષ હકારાત્મક આવશે તેવી આશા રાખીએ છીએ. તેમણે નિર્ણય માટે થોડો સમય માંગ્યો છે. અમે પાટીદારોની માંગોને ટેકો આપીએ છીએ.'

Original Article on Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In મુખ્ય સમાચાર

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…