Home રાષ્ટ્રીય પદ્માવતી ફિલ્મ કરતા રાજસ્થાનની મહિલાઓના શિક્ષણ પર ધ્યાન આપો: શશી થરૂર

પદ્માવતી ફિલ્મ કરતા રાજસ્થાનની મહિલાઓના શિક્ષણ પર ધ્યાન આપો: શશી થરૂર

6 second read
0
4

– કોંગ્રેસના નેતા શશી થરૂરે ટ્વીટ કરી આ મામલે આપ્યું નિવેદન

જયપૂર, તા. 14 નવેમ્બર 2017, મંગળવાર

ફિલ્મકાર સંજયલીલા ભણસાલીની આગમી ફિલ્મ પદ્માવતીનો વિવાદ ખૂબ વધી રહ્યો છે. પદ્માવતી ફિલ્મનો વિરોધ કરનારાને નિશાને લેતા કોંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું કે, ફિલ્મ પર વિવાદ રાજસ્થાની મહિલાઓની સ્થિતિ પર ધ્યાન આપવાની તક છે અને શિક્ષણ ઘુંઘટ પ્રથાથી વધારે મહત્વપૂર્ણ છે.

થરૂરે ટ્વીટ કરીને જણાવ્યું કે, પદ્માવતી વિવાદ આજે રાજસ્થાની મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક છે નહિ કે, 6 સદી પહેલાની મહારાણી પર ધ્યાન કેન્દ્રિત કરવાની.

ફિલ્મ પદ્માવતી 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મનો રાજપૂત સમાજ ખાસ કરીને વિરોધ કરી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે અને રાણી પદ્માવતીને ખોટી રીતે દર્શાવવામાં આવી છે. જ્યારે સંજયલીલા ભણસાલીએ આ બાબત ખોટી હોવાનું જણાવ્યું છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહને એક પત્રમાં કેન્દ્રિય બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC)ના સભ્ય અને ભાજપના નેતા અર્જૂન ગુપ્તાએ જણાવ્યું કે, ભણસાલીને દેશદ્રોહના ગૂના માટે દંડિત કરવા જોઇએ.

લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…