Home અમદાવાદ પત્નીને છરીનાં ઘા ઝીંકીને હત્યા બાદ પતિનો આપઘાતનો પ્રયાસ

પત્નીને છરીનાં ઘા ઝીંકીને હત્યા બાદ પતિનો આપઘાતનો પ્રયાસ

10 second read
0
5

-સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને વેંતરી નાખ્યા બાદ પોતાના શરીરે પણ કર્યા

જેતપુર, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

જેતપુર શહેરના હારવાઘાટ પાસે રહેતા દેવીપુજક દંપતિમાં ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ તિક્ષ્ણ છરી વડે પત્ની પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે પણ પોતાના શરીર પર છરી વડે ઈજા પહોંચાડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

શહેરના ખોડિયાર મંદિર હારવાઘાટ પાસે રહેતા સુરેશ લિંબાભાઈ સોલંકી (ઉ.વ. ૪૦) નામના દેવીપુજક યુવાનને તેની પત્ની મઘીબેન સાથે ગતરાત્રીના સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી.

બાદમાં પતિ સુરેશનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા તેણે ઘરમાંથી તિક્ષ્ણ છરી વડે મઘીબેન પર હુમલો કરી તેણીના આંતરડા બહાર કાઢી નાખતા તેણીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પત્નીનું મોત નિપજતા ગભરાયેલા પતિએ પોતાના શરીર પર પણ છરી વડે ઈજા પહોંચાડતા પરિવારજનોએ બંનેને સરકારી હોસ્પિટલે લઈ જતા પત્ની મઘીબેનનું પી.એમ. કરવામાં આવ્યું હતું. જ્યારે પતિ સુરેશને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો.

સામાન્ય બોલાચાલી બાદ પતિના હાથે પત્નીની હત્યાના આ બનાવમાં આ દંપતિને સંતાનમાં ૭ દિકરીઓ હોય પત્નીની હત્યા કરી પતિ પોતાને પણ ઈજા પહોંચાડી હોસ્પીટલે પહોંચતા સાતેય દિકરી નોધારી બની ગઈ છે. સિટી પોલિસે હત્યારા પતિ સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Keywords Husband's,suicide,attempt,after,killing,a,knife,by,sparing,his,wife,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…