Home રાષ્ટ્રીય નોબેલ વિજેતા સી.વી.રમણના ઘરેથી છ ડાકુ ચંદનના બે વૃક્ષો લૂંટી ગયા

નોબેલ વિજેતા સી.વી.રમણના ઘરેથી છ ડાકુ ચંદનના બે વૃક્ષો લૂંટી ગયા

1 second read
0
1

– ચોકીદારને ખુણામાં બાંધી રાખી ડાકુઓ વૃક્ષોને કાપી વાહનોમાં લઇ ભાગી ગયા

(પીટીઆઇ) બેંગલુરૃ, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

નોબેલ પુરસ્કાર વિજેતા વિજ્ઞાની સ્વ. સી.વી.રમણના ઘરને આજે છ ડાકુઓએ નિશાન બનાવ્યો હતો અને ચોકીદારને ધમકી આપી ચંદનના વૃક્ષો લૂંટી ગયા હતા.

૧૧ નવેમ્બરે વહેલી સવારે છ ડાકુઓ રમણના ઘરમાં પ્રવેશ્યા હતા. તેમણે પહેરો ભરતા ચોકીદારને ધમકી આપીને ચંદનના વૃક્ષો લૂટી લીધા હતા. ચોકીદારે લખાયેલી ફરીયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ગેંગના સભ્યોએ માથે મંકી કેપ પહેરી હતી અને તેઓ તામિલ ભાષા બોલતાં હતા. વૃક્ષોને કાપીને બે વાહનોમાં ભરીને તેઓ ભાગી ગયા હતા.

ઘટનાની જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પોહંચી હતી. રમણના ઘરે કોઇ જ સીસીટીવી કેમેરા નથી, પણ પાડોશીના ઘરના સીસીટીવીમાંથી ફુટેજ લઇ ડાકુઓની શોધ શરૃ કરી હતી.જે ઘરમાં જાણીતા વૈજ્ઞાાનિકે ત્રણ દાયકા વિતાવ્યા હતા તેનું સંચાલન એક ટ્રસ્ટ કરે છે.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…