Home ગુજરાત નિવૃત્તિના દિવસેજ અધિકારીએ કરોડો રૃપિયાના બીલો પાસ કર્યા

નિવૃત્તિના દિવસેજ અધિકારીએ કરોડો રૃપિયાના બીલો પાસ કર્યા

11 second read
0
5

-એકજ દિવસે એકસાથે ૬૭ એડવાઇઝ મોકલવામાં આવી સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરાવવાની માંગણી

વડોદરા, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગમાં તાજેતરમાં નિવૃત્ત થયેલા કાર્યપાલક ઇજનેરે છેલ્લા દિવસે કરોડો રૃપિયાના બીલો પાસ કરવા માટે ટ્રેઝરી ઓફિસમાં મોટી સંખ્યામાં એડવાઇઝ મોકલતા વિવાદ સર્જાયો છે. આ અંગે અધિક્ષક ઇજનેરને પણ ફરિયાદ કરવામાં આવતા કચેરી દ્વારા હિસાબોની ચકાસણી શરૃ કરવામાં કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લા માર્ગ અને મકાન વિભાગમાંથી કાર્યપાલક ઇજનેર તરીકે ટી.જી. સાદયા તા.૩૦ના રોજ નિવૃત્ત થયા છે. તેમણે છેલ્લા દિવસે છ કરોડ રૃપિયાથી વધુ કિંમતના બીલોની ૬૭ જેટલી એડવાઇઝો તૈયાર કરી ટ્રેઝરી ઓફિસમાં મોકલી હતી.

મોટી સંખ્યામાં નિવૃત્તિના છેલ્લા દિવસેજ બીલો મંજુર કરવા માટેની કરાયેલી આ પ્રક્રિયા ખુબ ચર્ચાસ્પદ બની છે. આ અંગેની વિગતો બહાર આવ્યા બાદ તાજેતરમાં એક સોગંદનામા સાથેની વિગતો માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરી તેમજ અધિક્ષક ઇજનેરને પણ મોકલવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગના નિયમો મુજબ કોઇ બીલ પાસ કરવુ હોય તો એડવાઇઝરી નોટ તૈયાર કરવામાં આવે અને તે ઓનલાઇન થયા બાદ ટ્રેઝરીમાં જતી હોય છે. ટ્રેઝરીમાં આ એડવાઇઝરી મુજબના બીલ પાસ થયા બાદ તેના આધારે તૈયાર થયેલા ચેકમાં જવાબદાર અધિકારીની સહિ થતી હોય છે.

આ નિયમ મુજબ ગણતરી કરીએ તો તા.૩૦ના રોજ એડવાઇઝરી નોટ તૈયાર થયા બાદ બીજા દિવસે ટ્રેઝરીમાં નોટ ગઇ હતી બાદમાં બે દિવસ જાહેર રજા હોવાથી તા.૪ના રોજ તેને મંજૂરી મળી હતી. આથી જે ચેક તૈયાર થાય તેના પર નવા અધિકારીની સહી થવી જોઇએ પરંતુ નિવૃત્તિ બાદ પણ સહી કરી હોવાનું મનાય છે.

છેલ્લા દિવસે કરોડો રૃપિયાના બીલો માટેની એડવાઇઝરી નોટ માટેના કાર્યમાં જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અન્ય કર્મચારીઓની પણ સંડોવણી હોવાનુ બહાર આવ્યુ છે જેના પગલે અધિક્ષક ઇજનેરને સોંગદનામા સાથેની વિગતો આપી તેમજ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરાવવાની પણ માંગણી કરવામાં આવી છે. માત્ર એક દિવસમાં છ કરોડ ઉપરાંત તેમજ એક મહિનામાં ૧૮ કરોડ રૃપિયાના બીલો પાસ કર્યા હોવાના પુરાવા પણ રજુ કરવામાં આવ્યા છે.

Keywords On,the,retirement,day,,the,officer,has,passed,billions,of,rupees,for,the,bill,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In ગુજરાત

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…