Home અમદાવાદ નવરંગપુરાના બહુમાળી પાર્કિંગમાં ૫૪ વાહનો પણ પાર્ક થતા નથી !

નવરંગપુરાના બહુમાળી પાર્કિંગમાં ૫૪ વાહનો પણ પાર્ક થતા નથી !

2 second read
0
5

-૫૪ કરોડના જંગી ખર્ચે બંધાયેલા

-સ્ટેન્ડિંગ કમિટીમાં પાર્કિંગ ફીમાં રિબેટ આપવા આવેલી દરખાસ્ત અનિર્ણિત રખાઈ

અમદાવાદ, તા.11 જાન્યુઆરી 2018,ગુરૃવાર

નવરંગપુરામા રૃા. ૫૪ કરોડના ખર્ચે બંધાયેલા બહુમાળી પાર્કિંગની હાલત કાંકરિયાના ખાલી પડયા રહેતા બહુમાળી પાર્કિંગ જેવી થવા માંડી છે. ઉદ્ધાટન બાદ મહિનાઓ સુદી પડયા રહ્યા બાદ વિવાદ થતા પાર્કિંગના ભોંયતળિયાના ભાગને ચાલુ કરાયો છે. આશ્ચર્યની બાબત એ છે કે ૫૪ કરોડના પાર્કિંગમાં ૫૪ વાહનો પણ પાર્ક થતા નથી.

આ અંગે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એ મતલબની દરખાસ્ત આવી હતી કે, સખી મંડળ કે સખી સંઘની મહિલાઓને પાર્કિંગ ચલાવવા આપવું અને ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક પાસ લે તેમને પાર્કિંગ ફીમાં રિબેટ આપવું આ દરખાસ્તને સ્ટેન્ડિંગ ચેરમેને અનિર્ણિત રાખી છે.

તેમણે આ અંગે જણાવ્યું હતું કે, સખી મંડળને આપી દેવું કે ટેન્ડર બહાર પાડીને આપવું તે અંગે પુખ્ત વિચારણાને અંતે નિર્ણય લેવાનો હોવાથી હાલ દરખાસ્ત પડી રહેવા દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાંકરિયામાં કરોડો રૃપિયાના ખર્ચે બંધાયેલા બહુમાળી પાર્કિંગમાં વાહનો પાર્ક થવા આવતા જ ન હોવાથી અત્યંત ખરાબ રીતે નિષ્ફળ ગયું છે.

નવરંગપુરાના પાર્કિંગની પણ એ જ હાલત થાય તેવા ચિહ્નો જણાઈ રહ્યા છે. આસપાસ આડેધડ ગેરકાયદે પાર્ક થયેલા વાહનો પડયા હોય છે અને પાર્કિંગ ખાલી પડયું હોય છે. અગાઉ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે પોલીસની મદદ લઈને આસપાસ પડયા રહેતા વાહનોને તાળા મારવાનું પણ ચાલુ કર્યું છે. આમ છતાં પાર્કિંગમાં સ્થિતિ ઠેરની ઠેર રહી છે.

બીજી તરફ સીજી રોડના પાર્કિંગની હાલની ડિઝાઇનમાં ફેરફાર કરવાની કામગીરી ચાલી રહી છે, તે દરમ્યાન કદાચ વાહન પાર્કિંગ વદે તેવી સંભાવના છે તેમજ સાંકડા રોડ- રસ્તાની બાજુમાં ઠેર ઠેર પાર્કિંગની કામગીરી ખાનગી કે કોન્ટ્રક્ટરોને સોંપી દેવાઈ છે, તેનાથી લોકોમાં કચવાટ પેદા થયો છે. એસજીહાઇવે પર તો નક્કી કરેલા ચાર્જ કરતા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ વધુ નાણાં ઉઘરાવે છે.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …