Home અમદાવાદ દાણીલીમડામાં ભાજપના બે જૂથ વચ્ચે જાહેરમાં ફિલ્મી સ્ટાઇલની મારામારી

દાણીલીમડામાં ભાજપના બે જૂથ વચ્ચે જાહેરમાં ફિલ્મી સ્ટાઇલની મારામારી

11 second read
0
11

-ભાજપની યાદવાસ્થળી અને જૂથબંધી બહાર આવી

-ભારે ગાળાગાળીઅને દબંગગીરી પર ઊતરી આવેલા સાંસદ કિરીટ સોલંકીને ભાગવું પડયું

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

શિસ્તબદ્ધ કહેવાતા અને ગણાતા સત્તાધારી પક્ષ ભાજપમાં પણ ઘણી યાદવાસ્થળી અને આંતરિક જૂથબંધી છે જે ધીમે ધીમે બહાર આવી રહી છે.

બુધવારે સવારે દાણીલીમડા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રચાર રાુન્ડમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવાના મુદ્દે ભાજપના બે જૂથો વચ્ચે જાહેરમાં ફિલ્મી સ્ટાઇલની મારામારી અને ગાળાગાળી થઈ હતી. અમદાવાદ પશ્ચિમની બેઠકના સાંસદ ડો. કિરીટ સોલંકીએ દબંગ સ્ટાઇલથી કરેલી દબંગગીરીને કારણે ટોળું ઉશ્કેરાતા સાંસદ તુરંત જ રવાના થઈ ગયા હતા.

દાણીલીમડાના ભાજપના ઉમેદવાર જીતુભાઈ વાઘેલાનો પ્રચાર કરવા માટે બુઘવારે સવારે ૯-૦૦ વાગ્યે વૈકુંઠ મંદિરથી રાઉન્ડ શરૃ થવાનો હતો. ત્યારબાદ નક્કી થયું છે કે, ડો. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણદિન નિમિત્તે પ્રતિમાને ફૂલહાર કરીને પ્રચાર કાર્યનો પ્રારંભ કરવો. સાંસદ રાઉન્ડ માટે રાહ જોતા હતા ત્યારે ઉમેદવાર જીતુભાઈએ ફોન કરીને સાંસદને આ બાબત જણાવી હતી.

આથી સાંસદ કિરીટ સોલંકી ખૂબ જ ગુસ્સે થતા પણ આવ્યા હતા. તેમજ ઉગ્ર સ્વરૃપમાં સૌ કોઈને ખખડાવી નાખ્યા હતા. સાંસદના આવા વલણથી ખુદ ઉમેદવાર ડઘાઈ ગયા હતા. આખરે આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રાઉન્ડ શરૃ કરાયો હતો.

સાંસદ- ઉમેદવારનો કાફલો દાણીલીમડા ગામ પાસેની પંચવટી સોસાયટી પાસે પહોંચ્યો ત્યારે ગોમતીપુરથી પણ કેટલાક કાર્યકરો ત્યાં આવી ગયા હતા. સૂત્રો જણાવે છે કે સાંસદની નજીકની ગણાતી મહિલા મોરચાની એક મહિલાએ તેમને કહ્યું કે, તમે અહીં શા માટે આવ્યા છો ? તમે 'કળદા' કરો છો. આથી અમુક કાર્યકરોએ પણ સામું સંભળાવી દીધું કે સાહેબનેસપ્લાય કરવાનું કામ કોણ કરે છે ?

જાહેરમાં તેનું નામ કહું ? ત્યારબાદ ભાજપના જ આવા બે જૂથો આમનેસામને આવી ગયા હતા. ગાળાગાળી અને ઝપાઝપી શરુ થઈ ગઈ હતી. એક તબક્કે સાંસદો પણ અસામાજિક તત્ત્વોની ભાષામાં બેફામ ગાળાગાળી કરતા મામલો તંગ થયો હતો.

સાંસદ અને અન્ય મહિલાની દાદાગીરીને કારણે ટોળામાં ઉશ્કેરાટ વધી ગયો હતો. સ્થિતિ પારખી ગયેલા સાંસદ રાઉન્ડ અધૂરો રાખીને જ ત્યાંથી નીકળી ગયા હતા. આમ ભાજપના ઉમેદવાર માટેનો પ્રચાર થઈ શક્યો નહોતો.

બીજી બાજુ ઉમેદવાર જીતુભાઈ સમગ્ર ઘટના અંગે સંગઠનમાં જાણ કરી ફરિયાદ કરી છે. આ અંગે પશ્ચિમ વિસ્તારના ભાજપના પ્રભારી અને શહેરના મહામંત્રી કોઠારીયાને પૂછતા તેઓએ બચાવ કરતા કહ્યું કે, પરિવાર હોય તો નાના મોટા ઝઘડા થતા હોય છે, નારાજગી પણ હોય છે. ખાસ કંઈ એવું નથી.

Keywords Film,styling,blows,publicly,between,two,groups,of,BJP,in,Danilim,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…