Home ગુજરાત દહેજ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ દિવસ દરમ્યાન વરસાદી માહોલ રહ્યો

દહેજ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ દિવસ દરમ્યાન વરસાદી માહોલ રહ્યો

9 second read
0
5

-ઓખીનો ખતરો ટળ્યો પણ વહીવટીતંત્ર સજજ

ભરૃચ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

ઓખી વાવાઝોડું નબળુ પડતાં ગુજરાત પરથી ખતરો ટળી જતા વહીવટીતંત્ર એ રાહત અનુભવી છે. પરંતુ આમ છતાં સર્તક રહેવા સાથે દહેજ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ યથાવત રહેવા પામ્યુ હતુ. તો દિવસે દરમ્યાન વરસાદી માહોલ જોવા મળતો હતો.

ઓખી વાવાઝોડાની શક્યતાના પગલે ભરૃચ જિલ્લા વહીવટીતંત્રએ સજજ થઈ આવશ્યક તમામ પૂર્વ આયોજન કર્યા હતા. અને તટીય ગામડાઓને અને ઉદ્યોગોને પણ તાકીદ કરી સતર્ક રહેવા જણાવ્યું હતુ.

જો કે ઓખી વાવાધોડા દરિયામાં ૨૨૦ કિલોમીટર દુર સમાઈ જતાં ભરૃચ જિલ્લાના દહેજ સહિત સમગ્ર ગુજરાત પરથી ખતરો ટળી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ છતાં વરસાદી માહોલ ઓખીના કારણે સમગ્ર દિવસ દરમ્યાન ભરૃચ શહેર જિલ્લામાં જોવા મલ્યું હતુ.

ગત સાંજથી છાંટારૃપી કમોસમી માવઠાથી શિયાળામાં ચોમાસાની જમાવટ જોવા મળતી હતી. ભરૃચ જિલ્લાના નવ તાલુકા પૈકી આમોદમાં ૧ મી.મી. વાગરામાં ૩ મી.મી. અને વાલીયામાં ૨ મી.મી. મળી બપોરના બે કલાક સુધીમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો.

વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે અલપ ઝલપ સૂર્યદેવતાંએ પધરામણી કરી વિદાય લઈ લેતા વાતાવરણમાં ઠડક જોવા મળતી હતી. અને તાપમાનનો પારો ૧૪.૨ સે.ગ્રેડ ઉતરી જવા સાથે મહત્તમ તાપમાન ૨૮.૪ સેગ્રેડ નોંધાયુ હતુ. તો સવારના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા જેટલું ઉંચુ હતુ. જે બપોર થતા ૭૦ટકા સુધી થયુ હતુ.

સમગ્ર દિવસ દરમ્યાન લોકોને આઠથી દશ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે વહેતા વેગીલા પવનના કારણે ગરમ વસ્ત્રો પહોંરવાની ફરજ પડીહતી. મુખ્ય માર્ગો પર અવરજવર પણ રોજના પ્રમાણમાં ઓછી જોવા મળતી હતી.

ભરૃચ કપાસ, સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાાનિક મુકેશભાઈ પટેલે આ કમોસમી વરસાદના કારણે કઠોળ, કપાસ, દિવેલા, તુવેર જેવા તૈયાર પાકને નુકશાન થયુ હોવાનું અને હવે ભેજનું પ્રમાણ વધુ હોવાથી રોગચાળો પણ પાકમાં થવાની સંભાવના હોવાનું કહ્યું હતુ.

Keywords The,dahija,port,has,a,three-digit,signal,during,a,rainy,day,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In ગુજરાત

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…