Home ગુજરાત ડૉ.કલામની કલમે, 'કઇ રીતે બન્યો હું ભારતનો રાષ્ટ્રપતિ?'

ડૉ.કલામની કલમે, 'કઇ રીતે બન્યો હું ભારતનો રાષ્ટ્રપતિ?'

35 second read
0
308

» » » ડૉ.કલામની કલમે, 'કઇ રીતે બન્યો હું ભારતનો રાષ્ટ્રપતિ?'

Features

Shachi

27 જુલાઇ, 2017, ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામની બીજી પુણ્યતિથિ છે. આપણે સૌ તેમને 'મિસાઇલ મેન'ના હુલામણા નામથી પણ જાણીએ છીએ. આજે અબ્દુલ કલામ ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો અને મૂલ્યોને કારણે તે દરેક ભારતીયના મનમાં જીવીત છે. વર્ષ 2002માં જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન તેમનું નામ સામે આવ્યું, ત્યારે સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. અંતરિક્ષની દુનિયાની અલક-મલક વાતો કરનારા અબ્દુલ કલામને રાજકારણ સાથે દૂર-દૂર સુધી કોઇ લેવા-દેવા નહોતી.

પોતાની રાષ્ટ્રપતિ બનવાની સફર ડૉ.અબ્દુલ કલામે પોતે In This extract from Turning Points: A Journey through Challengesમાં વર્ણવી છે. આ અંગે આગળ એમના જ શબ્દોમાં મહિતી મેળવીશું.

10 જૂન, 2002

કલામે લખ્યું છે, 10 જૂન, 2002ની સવારે હું પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ સાથે ક્લાસમાં પોતાના અનુભવો અંગે વાત કરી રહ્યો હતો. 60 બાળકોના ક્લાસમાં 300થી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા. ક્લાસ પૂરો કરી હું મારી ઓફિસમાં પરત ફર્યો ત્યારે અન્ના યુનિ.ના વાઇસ ચાન્સેલર પ્રો.કલાનિધિએ મને જણાવ્યું કે, મારા ઓફિસના ફોન પર કોઇના અનેક ફોન આવ્યા હતા. હું ઓફિસમાં ગયો ત્યારે પણ ફોન રણકતી રહ્યો હતો.

દેશને જરૂર છે તમારા જેવા રાષ્ટ્રપતિની

દેશને જરૂર છે તમારા જેવા રાષ્ટ્રપતિની

મેં ફોન લીધો તો સામેથી અવાજ આવ્યો, વડાપ્રધાન તમારી સાથે વાત કરવા માંગે છે. મારો ફોન વડાપ્રધાન સાથે કનેક્ટ થઇ રહ્યો હતો એ દરમિયાન મારા મોબાઇલ ફોન પર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂનો ફોન આવ્યો. તેમણે કહ્યું, 'વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી તમારી સાથે મહત્વપૂર્ણ વાત કરનાર છે, તમે એમને ના ન પાડશો.' અમારી વાતો ચાલી રહી હતી ત્યાં જ અટર બિહારી વાજપાયી સાથે મારો ફોન કનેક્ટ થયો. વડાપ્રધાન વાજપાયીએ મને પૂછ્યું, 'કલામ તમારી શૈક્ષણિક જિંદગી કેવી ચાલી રહી છે?' મેં કહ્યું, 'ખૂબ સરસ.' તેમણે આગળ કહ્યું, 'મારી પાસે તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે, હું હાલમાં જ ગઠબંધનના તમામ નેતાઓ સાથે બેઠક કરીને આવ્યો છું અને અમે સૌ એક નિર્ણય પર આવ્યા છીએ કે, દેશને તમારા જેવા રાષ્ટ્રપતિની જરૂર છે.'

મનની મૂંઝવણ

મનની મૂંઝવણ

વાજપાયીજીએ આગળ કહ્યું, 'મેં આજે રાત્રે એની ઘોષણા નથી કરી, તમારી સંમતિની જરૂર છે. હું તમારી હા સાંભળવા માંગુ છું, ના નહીં.' મેં તેમને કહ્યું હતું, 'એનડીએ લગભગ 2 ડઝન પક્ષોનું ગઠબંધન છે, જરૂરી નથી કે એમાં હંમેશા એક્તા જ રહે.' મારા ઓરડામાં પહોંચ્યા બાદ મારી પાસે શાંતિથી બેસવાનો પણ સમય નહોતો. ફોન પર વાત ચાલી રહી હતી અને ભવિષ્યને લગતી અનેક વાતો મારી નજર સામે તરવરવા લાગી, પહેલી વાત હંમેશા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો વચ્ચે ઘેરાયલા રહેવું અને બીજી તરફ સંસદમાં દેશને સંબોધિત કરવો.

માંગ્યો 2 કલાકનો સમય

માંગ્યો 2 કલાકનો સમય

આ બધી વાતો મારા મગજમાં ચાલી રહી હતી, મેં અટલજીને કહ્યું, 'શું તમે મને નિર્ણય લેવા માટે 2 કલાકનો સમય આપી શકો છો?' અટલજીએ કહ્યું, 'સારું. તમારી હા બાદ આપણે સર્વસંમતિ પર કામ કરીશું.' તે પછીને બે કલાક દરમિયાન મેં મારા નજીકના લોકોને લગભગ 30 ફોન કર્યા, જેમાં કેટલાક સિવિસ સર્વિસિઝ સાથે જોડાયેલા લોકો હતો, તો કેટલાક રાજકારણ સાથે જોડાયેલા લોકો. એ લોકો સાથે વાત કર્યા બાદ મને બે મુખ્ય સલાહો મળી.

ભારત મિશન 2020

ભારત મિશન 2020

એક તો એ કે, હું શૈક્ષણિક જીવનનો આનંદ લઇ રહ્યો છું, આથી મારે એ ક્ષેત્ર છોડવું ન જોઇએ. બીજી એ કે, મારી પાસે તક છે ભારત 2020 મિશનને દેશ અને સંસદ સામે રજૂ કરવાની. બરાબર 2 કલાક બાદ મેં અટલજીને ફોન કર્યો અને કહ્યું, 'હું આ મહત્વપૂર્ણ મિશન માટે તૈયાર છું.' વાજપાયીજીએ મને 'ધન્યવાદ' કહ્યું અને 15 મિનિટની અંદર આખા દેશમાં આ ખબર ફેલાઇ ગઇ. થોડી જ વારમાં મારી પર ફોન-કોલ્સનો જાણે વરસાદ થવા માંડ્યો, મારી સુરક્ષા વધારવામાં આવી અને મારા ઓરડામાં એનક લોકો એકઠા થઇ ગયા. એ જ દિવસે અટલજીએ વિપક્ષના નેતા સોનિયા ગાંધી સાથે વાત કરી. મીડિયામાં તમામ જગ્યાએ મારા અંગે જ વાતો થવા માંડી હતી.

કેપ્ટન લક્ષ્મી સેહગલ

કેપ્ટન લક્ષ્મી સેહગલ

જ્યારે સોનિયા ગાંધીએ પૂછ્યું કે, 'શું એનડીએ પોતાના ઉમેદવાર અંગે આખરી નિર્ણય લઇ ચૂક્યું છે?' તો વડાપ્રધાને હા પાડી. ત્યારે સોનિયા ગાંધીએ પોતાના પક્ષના સભ્યો અને સહયોગી પક્ષો સાથે વાત કરી મારી ઉમેદવારીને સમર્થન આપ્યું. જો કે, મારી ઉમેદવારીને લેફ્ટનું સમર્થન ન મળ્યું, તેમનું સમર્થન મેળવીને મને ખુશી થઇ હોત. તેમણે મારી સામે કેપ્ટન લક્ષ્મી સેહગલને ઊભા કર્યા.

રાજકારણ સાથે કોઇ સંબંધ નહીં

રાજકારણ સાથે કોઇ સંબંધ નહીં

આ હતી, ડૉ.અબ્દુલ કલામની રાષ્ટ્રપતિ બનવાની કથા. તેઓ 25 જુલાઇના રોજ રાષ્ટ્રપતિ બન્યા હતા. અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 9,22,844 મત મળ્યા હતા, જ્યારે કેપ્ટન લક્ષ્મી સેહગલને 1,07,366 મત મળ્યા હતા. કલામ પહેલા એવા રાષ્ટ્રપતિ હતા, જેમનો દૂર-દૂર સુધી રાજકારણ સાથે કોઇ સંબંધ નહોતો.

English summary

Death Anniversary of Dr.A.P.J.Abdul Kalam: 'How I became President of India', journey in his own words.

Story first published: Thursday, July 27, 2017, 17:16 [IST]

Featured Posts

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In ગુજરાત

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…