Home રાષ્ટ્રીય જીએસટીમાં ઘટાડાને ગુજરાતની ચૂંટણી સાથે જોડવું 'બાલિશ' રાજકારણ : જેટલી

જીએસટીમાં ઘટાડાને ગુજરાતની ચૂંટણી સાથે જોડવું 'બાલિશ' રાજકારણ : જેટલી

1 second read
0
5

– ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખી જીએસટી ઘટાડયો હોવાના દાવા ફગાવ્યા

– જે લોકો સિંગલ રેટની વાતો કરી રહ્યા છે તેઓને જીએસટી વિશે જ્ઞાાન જ નથી તેવો નાણા પ્રધાનનો દાવો

નવી દિલ્હી, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

ગુજરાતના ચૂંટણી પ્રચારમાં જીએસટી અને નોટબંધી મામલે ભાજપ પર કોંગ્રેસે આક્રામક પ્રચાર કર્યો હતો. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે અચાનક જીએસટીના ૨૮ ટકાના સ્લેબમાંથી ૧૭૦થી વધુ વસ્તુઓને ૧૮ ટકા કે તેથી ઓછા સ્લેબમાં લાવીને રાખી દેવી પડી હતી.

જોકે કોંગ્રેસે દાવો કર્યો હતો કે ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ કરવામાં આવ્યું છે. આ મામલે હવે નાણા પ્રધાન અરુણ જેટલીએ સ્પષ્ટતા કરવી પડી છે. જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીમાં કરવામાં આવેલા ઘટાડાને ગુજરાતની ચૂંટણી સાથે સરખાવવુ એક બાલીશ રાજનીતી કહેવાય.

સિંગલ રેટ જીએસટીની માગણી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કરી રહ્યા છે. આ મામલે જેટલીએ જણાવ્યું હતું કે ટેક્સ રેટમાં ફેરફારની અનેક શક્યતાઓ રહેલી છે પણ જે માગણી કોંગ્રેસ કરી રહી છે તે શક્ય નથી. અને જીએસટીના રેટમાં જે પણ ફેરફાર કરવામાં આવ્યા હતા તેનો નિર્ણય કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો અને તે માટેની ભલામણ ફિટમેન્ટ કમીટીએ કરી હતી.

નોંધનીય છે કે રાહુલ ગાંધીએ માગણી કરી હતી કે વધુમાં વધુ ૨૮ નહીં પણ ૧૮ ટકા જીએસટી રાખવો જોઇએ. હાલ ૦,૫,૧૨,૧૮ અને ૨૮ ટકા એમ વીવીધ સ્લેબમાં જીએસટી લાગી રહ્યો છે. તેથી કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે આટલા બધા સ્લેબ હોય તો પછી તેને એક ટેક્સ કેવી રીતે ગણવો? આ માગણીને જેટલીએ ફગાવી દીધી છે. જેટલીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સિંગલ ટેક્સરેટની માગણી કરી હતી પણ તેઓને જીએસટીનું જ્ઞાાન નથી તેથી આ પ્રકારની માગણી કરી રહ્યા છે.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…