Home રાષ્ટ્રીય જમ્મુ-કાશ્મીર: કુલગામના કાઝીગુંડ અથડામણમાં 1 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર: કુલગામના કાઝીગુંડ અથડામણમાં 1 જવાન શહીદ

11 second read
0
4

– 2 આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળતા સેનાએ કાસો ઓપરેશન ચલાવ્યુ

શ્રીનગર, તા. 14 નવેમ્બર 2017 મંગળવાર

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ બે જગ્યાએ ઓપરેશન ચલાવ્યુ છે. કુલગામના કાજીગુંડ અને અવંતીપુરામાં આતંકવાદીઓ સાથેની અથડામણ ચાલુ છે. 2 હિઝબુલ મુઝાહિદ્દીન આતંકવાદીઓના વિસ્તારમાં છુપાયા હોવાની જાણકારીના આધારે સુરક્ષાદળોએ ઓપરેશન શરૂ કર્યુ છે. જે અંતર્ગત સર્ચ ઓપરેશન ચાલુ છે.

અવંતીપુરાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓના ઘેરાવા માટે સુરક્ષાદળોએ કાસો ઓપરેશન ચલાવ્યુ છે. આ ઓપરેશનમાં પોલીસ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરએફના જવાન સામેલ છે. એક બાજુ કાજીગુંડના વાલ્ટેન્ગુ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઘેર્યા છે. બીજા એન્કાઉન્ટર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે દક્ષિણ કાશ્મીરના પુલવામાના ત્રાલમાં ચાલી રહ્યુ છે.

પોલીસે જણાવ્યુ કે નોવોબગ કુંડ અને કુલગામના કાજીગુંડ આતંકવાદીઓના છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યુ છે જે બાદ એન્કાઉન્ટરમાં બદલાઈ ગયુ છે. પોલીસ આરઆર અને સીઆરપીએફના જવાન ઓપરેશનમાં લાગેલા છે. ખીણમાં આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે ભારતીય સેના તરફથી ઓપરેશન ઓલઆઉટ ચલાવાઈ રહ્યુ છે.

Keywords j,k,encounter,between,security,forces,and,terrorists,underway,in,kulgam,and,awantipora ,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…