Home અમદાવાદ ચૂંટણીમાં છેલ્લા ઘડી સુધી લડી લેવાના મૂડમાં રાજકીય પક્ષોની આજે અનેક સભાઓ

ચૂંટણીમાં છેલ્લા ઘડી સુધી લડી લેવાના મૂડમાં રાજકીય પક્ષોની આજે અનેક સભાઓ

12 second read
0
7

– સ્ટાર પ્રચારકોના ગુજરાતમાં ધામા, આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થશે

– રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લગાવી રહી છે એડી-ચોટીનું જોર

અમદાવાદ, તા. 07 ડિસેમ્બર 2017, ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાની પ્રચારમાં કોઇ કચાશ છોડવા માંગતી નથી. પ્રથમ તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ હોવાથી ભાજપ અને કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચારઅર્થે મેદાને ઉતારશે.

ભાજપ સુરતમાં પાટીદાર ઇફેક્ટને ધ્યાને રાખી સુરતમાં નરેન્દ્ર મોદીની સભા રાખી છે. જ્યારે ગુજરાતમાં અન્ય સ્થળોએ ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ સભાઓ સંબોધશે. આજે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડવાના હોવાથી ગુજરાતમાં અમીત શાહ, યોગી આદિત્યનાથ, વિજય રૂપાણી, સ્મૃતિ ઇરાની જેવા નેતાઓની સભાઓ છે.

જ્યારે બીજી તરફ કોંગ્રેસ પણ પોતાન તરફથી કોઇ કચાશ છોડવા નથી માંગતું. કોંગ્રેસ તરફથી પણ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચારઅર્થે જોડાયા છે. જેમાં આજે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજકોટ ખાતે વેપારીઓ સાથે સંવાદ કરવાના છે. જેમા તેઓ વેપારી અને ઉદ્યોગકારોના પ્રશ્નો સાંભળશે.

રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લી ઘડી સુધી લડી લેવાના મૂડમાં છે તે પરથી જણાય છે કે, રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચારમાં કોઇ કચાશ છોડવા માંગતી નથી.

Keywords Many,meetings,today,by,political,parties,in,the,mood,of,contesting,till,the,last,election,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…