Home રાષ્ટ્રીય ચીફ જસ્ટિસ કામકાજની વહેંચણીમાં વ્હાલાંદવલાંની નીતિ અપનાવે છે

ચીફ જસ્ટિસ કામકાજની વહેંચણીમાં વ્હાલાંદવલાંની નીતિ અપનાવે છે

9 second read
0
4

– ન્યાયતંત્રના અભેદ કિલ્લામાં અવિશ્વાસની તિરાડ

– ચાર જજોએ ચીફ જસ્ટિસ સામે ઉઠાવેલો અવાજ ઐતિહાસિક ઘટના

અમદાવાદ, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

સુપ્રીમકોર્ટના સિટિંગ જજ ખૂલ્લે આમ ચીફ જસ્ટિસ સામે જાહેરમાં પ્રચાર માધ્યમો સમક્ષ ન્યાયતંત્રમાં ચીફ જસ્ટિસની ન્યાયિક કામકાજની વહેંચણી અંગે વહાલાદવાલાની નીતિ અપનાવતા હોવાની વાત પ્રગટ કરી લોકશાહી ખતારામાં હોવાની ચેતવણી આપે તેવી અભૂતપૂર્વ ઘટનાએ આજે ઇતિહાસ સર્જ્યો છે. ન્યાયતંત્રની ભીતરમાં પ્રજ્વળતી આગનો તણખો ધૂમાડારૃપે પ્રગટ થયો છે.

ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સ્વાયતત્તા લોકશાહીનું આવશ્યક તત્વ છે. રાજકીય પ્રભાવથી તે પર હોવી જોઇએ અને જજ અને કોર્ટનું કામકાજ નિયમો, સિધ્ધાંતો અને કાયદો અન બંધારણીય જોગવાઇને અનુરૃપ હોવું જોઇએ તેવો અવાજ આ ચાર જજોએ ઉઠાવ્યો છે. જેની આગેવાની સુપ્રીમકોર્ટમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા જસ્ટિસ ચેલામેશ્વરે કરી છે.

સુપ્રીમકોર્ટ સમક્ષની કેસોની વહેંચણી એક જજ, બે જજ, ત્રણ જજ, પાંચ જજ કે સાત કે તેથી વધુ જજોને સોંપવાનું કામ રોસ્ટર તરીકે ઓળખાય છે. આ રોસ્ટરની કામગીરી ચીફ જસ્ટિસ સંભાળે છે. બેંચની રચના અને કામકાજની વહેંચણી ચીફ જસ્ટિસનો વિશેષાધિકાર છે અને વહીવટી સત્તા છે. આમછતાં આ વહીવટી સત્તાનો તેઓ મનસ્વી રીતે ઉપયોગ કરી શકે નહીં તે માટે ચોક્કસ ન્યાયિક શિસ્ત એન ગરિમા તેમજ પ્રણાલિ અને સિધ્ધાંતોને અનુસરવાના રહે છે. તેની અવગણના કરી શકે નહીં.

૨૦૧૩માં આધારકાર્ડની કાયદેસરતાને પડકારતી રિટ થઇ હતી અને તેની સુનાવણી જસ્ટિસ ચેલમેશ્વર અને જસ્ટિસ એસ.એ.બોબડે સંભાળતા હતા. ૨૦૧૫માં ચીફ જસ્ટિસ ખેહરે આદેશથી આ રિટ લાર્જર બેન્ચને સોંપવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ ખેહર ઉપરાંત જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ બોબડે સહિતના પાંચ જજ હતા. આ પછી આ મેટર ૧૮મી જુલાઇ ૨૦૧૭ના રોજ નવ જજને સોંપાઇ તેમાં પણ જસ્ટિસ ચેલ્મેશ્વરનો સમાવેશ થતો હતો. ૨૪મી ઓગસ્ટે રાઇટ ટૂ પ્રાઇવસી અંગે ચુકાદો આવ્યો પરંતુ આ ચુકાદામાં એક જજે એવી નોંધ કરી કે આધારકાર્ડની કાયદેસરત નક્કી કરવા માટે રિટ ૨૦૧૩માં જેની પાસે હતી તે બેન્ચને મોકલી આપવામાં આવે.

ચીફ જસ્ટિસે એક સિનિયર એડવોકેટની રજૂઆત અને એટર્ની જનરલના સૂચન મુજબ પાંચ જજની ડિવિઝન બેન્ચ બનાવવાનું નક્કી થયું. આ ડિવિઝન બેન્ચમાં અગાઉના મોટાભાગના જજોને બાકાત રાખવામાં આવ્યા. નિયમ મુજબ જેને આ મેટર સાંભળી હોય તેવા જજોને બેંચમાં સ્થાન આપવું જોઇએ પરંતુ ચીફ જસ્ટિસે તેનું પાલન કર્યું નહીં અને પોતાની રીતે પાંચ જજોની ડિવિઝન બેન્ચ બનાવી. આથી જસ્ટિસ ચેલમેશ્વર અને જસ્ટિસ બોબડેને સ્થાન ન મળ્યુ.

આવી જ બીજી બાબતોમાં પણ બન્યું અને તેમાં સીબીઆઇના એડિશનલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની નિમણૂક સામેની રિટની બાબત હતી. આ મેટર સૌ પ્રથમ જસ્ટિસ રંજન ગોગાઇ અને જસ્ટિસ નવિન સિંહાને સોંપાઇ હતી. પરંતુ ત્યાર બાદ નવિન સિંહાનું નામ પડતું મૂકી દેવાયું. એ પછી એ મેટર જસ્ટિસ આર.કે.અગ્રવાલ સમક્ષ મૂકાઇ અને તેમાં પણ બીજા જસ્ટિસોને મૂકવામાં આવ્યા. ચીફ જસ્ટિસ દ્વારા કામકાજની આ રીતભાત પણ વિવાદ બની છે.

આ ઉપરાંત ત્રીજી બાબત મદ્રાસ હાઇકોર્ટના એક જજ સામેના આક્ષેપોની તપાસને ફગાવી દેતા દિલ્હી હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં થયેલી રિટમાં જસ્ટિસની નિમણૂકોમાં મેમોરેન્ડમ ઑફ પ્રોસીજર અનુસરવાની બાબત અંગેનો છે. ચીફ જસ્ટિસે જે બે જજોને આ રિટ સોંપી હતી તે અંગે પણ વિવાદ છે. સુપ્રીમકોર્ટના જજનો સજા ફરમાવે અને એ પછી ચાલુ હોદ્દાએ જસ્ટિસ કરણનને સુપ્રીમકોર્ટ તિરસ્કારમાં બદલ જસ્ટિસ કરણનને છ માસની સજા ફરમાવી જેલ ભેગા કરે તે પણ એક ઇતિહાસ છે.

Keywords Chief,Justice,adopts,a,whimsical,policy,in,the,sharing,of,business,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …