Home રાષ્ટ્રીય ચલણી નોટમાં મહાત્મા શબ્દ પ્રયોગ કરવા સામેની અરજી મદ્રાસ હાઇકોર્ટે ફગાવી

ચલણી નોટમાં મહાત્મા શબ્દ પ્રયોગ કરવા સામેની અરજી મદ્રાસ હાઇકોર્ટે ફગાવી

8 second read
0
3

– બેંચે અરજદાર પર કોર્ટનો સમય બગાડવા બદલ રૃ. દસ હજારનો દંડ ફટકાર્યો

(પીટીઆઇ) ચેન્નાઇ, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

ચલણી નોટમાં મહાત્મા શબ્દનો ઉપયોગ નહીં કરવા કેન્દ્ર સરકારને આદેશ આપવાની જાહેર હિતની એક અરજીને મદ્રાસ હાઇકોર્ટે આજે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ એમ.સુંદરે અરજીનો ફગાવીને અરજદાર પર રૃપિયા દસ હજારનો દંડ ફટકાર્યો હતો.

જાદવપુર યુનિ.માં એન્જીનીયરિંગ અને ટેકનોલોજી ફેકલ્ટીના રિસર્ચ સ્કોલર એવા એસ.મુરૃગનાનથને ભારતની તમામ ચલણી નોટોમાં એમ.કે.ગાંધીના નામની આગળ મહાત્મા શબ્દની બંધારણીય યોગ્યતાનો મુદ્દો ઉઠાવેલો.ચલણી નોટો રિઝર્વ બેંક દ્વારા છાપવામાં અને ચલણમાં મૂકવામાં આવે છે અને કેન્દ્ર સરકાર તેની ગેરન્ટી આપે છે એમ કહીને અરજદારે સવાલ કર્યો હતો કે સરકાર કેવી રીતે ચલણી નોટમાં મહાત્મા શબ્દનો ઉપયોગ કરી શકે છે કે જે ખરેખર તો બંધારણની કલમ ૧૪ અને ૧૮નો ભંગ છે.

અન્ય સવાલો ઉઠાવવાની સાથે સાથે અરજદારે ચલણી નોટોમાં, સિક્કાઓમાં અને ટપાલ ટિકિટમાં મહાત્મા શબ્દનો અંત લાવવા કેન્દ્ર સરકારને આદેશ આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અરજીને ફગાવતી વખતે બેંચે અવલોકન કર્યું હતું કે 'આમા જાહેર હિતનો ક્યાય ભંગ કરાયો નથી. આ પ્રકારની અરજીઓ માત્ર કોર્ટનો કિંમતી સમય વેડફે છે અને અમારો સમય બરબાદ કરે છે' કોર્ટે અરજદાર પર રૃપિયા દસ હજારનો દંડ ફટકાર્યો હતો અને તેને એક સપ્તાહની અંદર અંદર કોર્ટના રજીસ્ટ્રાર જનરલને ચૂકવવા કહ્યું હતું.

Keywords Madras,High,Court,rejected,the,application,against,the,currency,notes,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…