Home આંતરરાષ્ટ્રીય ગર્ભનિરોધ માટેની આંકડી પહેરવાથી સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટે

ગર્ભનિરોધ માટેની આંકડી પહેરવાથી સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટે

6 second read
0
5

ન્યુયોર્ક તા.૧૪: આપણે જેને કોપર-ટી અને આંકડી તરીકે જાણીએ છીએ એ મિડલ-એજ દરમ્યાન ગર્ભનિરોધનું બહુ મોટા પાયે વપરાતું સાધન છે. આ સાધન માત્ર અનવોન્ટેડ ગર્ભથી જ બચાવે છે એવું નથી. એનાથી ગર્ભાશયના મુખનું કેન્સર થવાની સંભાવનાઓ પણ ઘટે છે એવું અમેરિકાની યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિનાના નિષ્ણાતોનું કહેવું છે ગર્ભાશયના મુખ પાસે મૂકવામાં આવતી કોઇલ બે પ્રકારની હોય છે. એક ચોક્કસ હોર્મોન્સનો સ્ત્રાવ કરે છે.

અને બીજી નોન-હોર્મોનલ કોઇલ હોય છે. અભ્યાસ દરમ્યાન આ બન્ને પ્રકારની કોઇલ વાપરતી મહિલાઓ પર અલગ-અલગ જગ્યાએ ૧૬ અભ્યાસો થયા હતા. સાઉથ કેરોલિનાના નિષ્ણાતોએ આ તમામ અભ્યાસોનો ડેટા તપાસીને તારવ્યું છે કે નોનહોર્મોનલ કોઇલ વાપરનારી મહિલાઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર થવાની સંભાવના ૩૦ ટકા જેટલી ઘટી જાય છે. હોર્મોન્સનો સ્ત્રાવ કરતી કોઇલથી પણ કેન્સરનું જોખમ ઘટે છે, પરંતુ આ પ્રકારની કોઇલનો હજી વધુ વર્ષોનો અભ્યાસ પ્રાપ્ત નથી. વિશ્વભરમાંથી ૧૨,૦૦૦ સ્ત્રીઓનો ડેટા તપાસીને આ તારણ નીકળ્યું હતું. સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સરના કિસ્સા ખૂબ ઝડપથી વધી રહ્યા છે. પહેલાંની સરખામણીએ ગર્ભનિરોધ માટે કોઇલનો ઉપયોગ પણ ઘટી રહ્યો છે એવા સમયે સાયન્ટિસ્ટોનું માનવું છે કે ગર્ભનિરોધ માટે અન્ય સાધનોની સાથે મહિલાઓએ આ જૂના ઓપ્શનને પણ ટ્રાયલ આપવી જોઇએ.

Original Article at Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In આંતરરાષ્ટ્રીય

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…