Home અમદાવાદ ખેતીના પાકોના નુકસાનનો સર્વે કરી નિયમો મુજબની સહાય કરાશે: મુખ્યમંત્રી

ખેતીના પાકોના નુકસાનનો સર્વે કરી નિયમો મુજબની સહાય કરાશે: મુખ્યમંત્રી

15 second read
0
6

-'ઓખી' વાવાઝોડાની સર્જાયેલી સ્થિતિમાં

-કેન્દ્ર-રાજ્ય સરકારનાં ધારાધોરણો મુજબ ખેતી પાક સહાય ચૂકવી અપાશે

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

ગુજરાતમાં 'ઓખી' વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિને કારણે ખેતીના વિવિધ પાકને વ્યાપક નુકસાન થયું છે. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આવી કુદરતી આફતમાં ધરતીપુત્રોની પાક નુકસાની પ્રત્યે સંવેદના દર્શાવીને નુકસાન-સહાય માટેનો સર્વે હાથ ધરવાની જાહેરાત કરી છે. જે મુજબ ખેતીના પાકોનાં નુકસાનનો સર્વે કરી નિયમો મુજબની સહાય ખેડૂતોને કરાશે.

રાજ્યભરમાં ખેતીના પાકોમાં થયેલા નુકસાનનો સરકારનાં ધારાધોરણો મુજબ તાત્કાલીક રીતે સર્વે હાથ ધરાશે. ત્યારબાદ જે-તે ખેડૂતોને પાક નુકસાન પેટેની સહાય પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચૂકવણી કરાશે. 'ઓખી' વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતનાં વલસાડ, સુરત, નવસારી, ભરૃચ, ડાંગ અને તાપીમાં તથા સૌરાષ્ટ્રનાં સાગરકાંઠાના વિસ્તારો અમરેલી, ગીર, સોમનાથ અને ભાવનગર જિલ્લાઓમાં થઈ છે.

રાજ્યનો કૃષિ વિભાગ જરૃર જણાયે આ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરીને નિયમોનુસાર નુકસાનનું આકલન કરશે. તા. ૪ ડીસેમ્બર ૨૦૧૭ સુધીમાં સરેરાશ વાવેતર વિસ્તાર ૩૦.૧૫ લાખ હેક્ટરની તુલનાએ ૨૩.૬૩ લાખ હેક્ટર વિસ્તાર સુધીનું પાક વાવેતર થયું છે.

Keywords Chief,Minister,will,be,able,to,survey,the,loss,of,farm,crops,and,according,to,rules,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…