Home અમદાવાદ કોંગ્રેસની જેમ ભાજપમાં પરિવારવાદ અડધો ડઝન ઉમેદવારો ચૂંટણી લડે છે

કોંગ્રેસની જેમ ભાજપમાં પરિવારવાદ અડધો ડઝન ઉમેદવારો ચૂંટણી લડે છે

13 second read
0
11

-ગોંડલમાં પતિના બદલે પત્નીને ટિકિટ, કાલોલમાં સાંસદના પુત્રવધૂને:સોલંકી બંધુઓ પણ મેદાનમાં

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કે કોંગ્રેસ પર પ્રહારો કરતા વંશવાદ- પરિવારનો આક્ષેપ મૂકે છે. ચૂંટણીમાં આવા આક્ષેપ થતા રહે છે પરંતુ ખુદ ભાજપે ૨૦૧૭ અને તે પહેલાં પણ ટિકિટો ફાળવવામાં પરિવારવાદને, સગાવાદને પોષ્યો હોવાના અડધો ડઝન ઉપરાંત કિસ્સા છે.

રાજકીય સમીક્ષકો પોતાની વાતના સમર્થનમાં ગોંડલ, જામનગર, જેતપુર, કાલોલ, સાણંદ, ખાડિયા- જમાલપુર, વરાછા, રાજુલા બેઠકના કિસ્સા ટાંકીને કહે છે કે, ભાજપે આ ટિકિટો આપવામાં પારિવારિક ભૂમિકાને જ ધ્યાનમાં રાખી છે.

ગોંડલમાંથી ૨૦૧૨માં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ છે. એટલે ભાજપે આ વખતે એ બેઠક પર એમનાં પત્ની ગીતાબા જાડેજાને ટિકિટ આપી છે.

વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયાનો કિસ્સો તો જાણીતો પિતા-પુત્ર બન્નેને ભાજપે જ તક આપી હતી. હાલ જયેશ રાદડિયા તો ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે તો ધમકી આપીને પત્ની માટે ટિકિટ માગી હતી. ભાજપ ધમકી આગળ ઝૂક્યું પણ કાલોલની (પંચમહાલ) ટિકિટ એમના પુત્રવધૂને આપી. સાસુ- વહુ- સસરા વચ્ચેનો એ જંગ અખબારોમાં ચર્ચાઈ ગયો છે.

ભાજપે અમદાવાદ જિલ્લાની સાણંદ બેઠકની ટિકિટ કનુ મકવાણાને આપી છે. તેઓ અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય કમશીભાઈ મકવાણાના પુત્ર છે. અર્થાત્ ભાજપે પિતાને ટિકિટ ન આપી, પુત્રને આપી.

પુરુષોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી સગા ભાઈઓ છે અને ભાજપે આ બન્ને (એક મંત્રી, બીજા સંસદીય સચિવ) ટિકિટ આપી છે.

વરાછા (સુરત)થી પુનઃ ચૂંટણી લડતા ઝંખના પટેલ સ્વ. ધારાસભ્ય રાજા પટેલના પુત્રી છે. અમદાવાદમાં જમાલપુર- ખાડિયાની બેઠક પરથી ફરી ચૂંટણી લડતા ભૂષણ ભટ્ટ, આ વિસ્તારમાંથી ૧૯૭૫થી સતત ચૂંટાતા રહેલા સ્વ. અશોક ભટ્ટના પુત્ર છે. તેમના અવસાન પછી ભૂષણ ભટ્ટને જ પસંદ કરાય છે.

દરમિયાન ભાજપે ભૂતકાળમાં પણ અરવિંદ પટેલ, અનિલ પટેલ એમ બે સગા ભાઈઓને મહેસાણા બેઠકની ટિકિટ આપેલી. અનિલભાઈ મંત્રીપદ પણ પામ્યા હતા. સાંસદ એ. કે. પટેલના ભાઈ અતુલ પટેલને પણ ભાજપે મેદાનમાં ઉતારેલા.

સ્વર્ગસ્થ સ્પીકર હરિશ્ચંદ્ર પટેલના પુત્રને ૧૦મી વિધાનસભાની ટિકિટ અપાઈ હતી. અત્યારે ચૂંટણી લડતા છત્રસિંહ મોરીના પિતા પુંજાભાઈ મોરી અગાઉ ભાજપના ધારાસભ્ય હતા. છઠ્ઠી, આઠમી, વિધાનસભામાં ધારાસભ્ય હતા.

છઠ્ઠી, આઠમી વિધાનસભામાં ધારાસભ્ય રહી ચૂકેલા જીતુભા રાણાના પુત્ર કિરીટસિંહ રાણા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બેઠક પરથી લડયા છે. હાલ પણ ચૂંટણી લડી રહ્યા છે. અત્યારે ચૂંટણી લડતા દિલીપ ઠાકોરના પિતા વીરાજી ઠાકોર પાંચમી, છઠ્ઠી, સાતમી, વિધાનસભાના સભ્ય હતા. વીરાજી પછી, ભાજપ દિલીપ ઠાકોરને જ પ્રમોટ કરે છે. અત્યારે ખેડબ્રહ્માથી ચૂંટણી લડતા રમીલા બારાના પિતા બેચરભાઈ બારા અગાઉ ખેડબ્રહ્માથી જ ચૂંટાયા હતા.

Keywords Like,Congress,,half-dozen,candidates,of,BJP,contest,in,the,BJP,contest,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…