Home રાષ્ટ્રીય કાશ્મીરમાં હિંસામાં ૯૦ ટકાનો ઘટાડો પણ આતંકી હુમલામાં ૨૫ ટકાનો વધારો

કાશ્મીરમાં હિંસામાં ૯૦ ટકાનો ઘટાડો પણ આતંકી હુમલામાં ૨૫ ટકાનો વધારો

1 second read
0
1

– શાંતી જાળવી રાખવા બદલ કાશ્મીરીઓ અને સૈન્યનો પોલીસે આભાર માન્યો

– ૨૦૧૬માં દર શુક્રવારે હિંસાની ૪૦ જેટલી ઘટનાઓ બનતી, આ વર્ષે તેમાં નોંધપાત્ર ઘટાડો : પોલીસ

જમ્મુ, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

જમ્મુ કાશ્મીર પોલીસના વડા એસ.પી. વૈદે જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાઓ શાંત પડી ગઇ છે અને આ પ્રમાણમાં આશરે ૯૦ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આ માટે તેઓએ કાશ્મીરની જનતાનો પણ આભાર માન્યો હતો અને તેનો શ્રેય પણ કાશ્મીરીઓને આપ્યો હતો. એનઆઇએ દ્વારા અલગતાવાદીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તેને ટાંકીને તેઓએ જણાવ્યું હતું કે આ દરોડા એક માત્ર કારણ નથી પણ કાશ્મીરી નાગરીકોની આ પહેલને કારણે જ હાલ રાજ્યમાં શાંતી છે.

વૈદે દાવો કર્યો હતો કે ૨૦૧૬માં દરરોજ હિંસા કે પથ્થરમારાની આશરે ૪૦થી ૫૦ જેટલી ઘટનાઓ સામે આવતી હતી, જેમાં આ વર્ષે અચાનક મોટો ઘટાડો નોંધાયો છે. કેટલાક સપ્તાહ એવા પણ વિતી ગયા કે જે સમયે પથ્થરમારાની એક પણ ઘટના નહોતી બની. ખાસ કરીને શુક્રવારે કાશ્મીરમાં પથ્થરમારાની ઘટના બહુ સામાન્ય બની ગઇ હતી પણ હવે તેમાં અચાનક ઘટાડો આવ્યો છે. આ શ્રેય પોલીસ કાશ્મીરની જનતાને આપી રહી છે. આ ઉપરાંત કાશ્મીરમાં સૈન્યની કાર્યવાહી પણ આ માટે જવાબદાર છે કેમ કે અહીં ટોચના આતંકી કમાન્ડરો મારવામાં મોટી સફળતા મળી છે.

જોકે બીજી બાજુ કાશ્મીરમાં આતંકી હુમલાનું પ્રમાણ વધ્યું છે. ગૃહ મંત્રાલયના રિપોર્ટ અનુસાર કાશ્મીરમાં સરેરાશ આંકડા પર નજર કરીએ તો દરરોજ એક આતંકી ઘટના સામે આવી રહી છે. આ વર્ષે જ સાત મહિનામાં આતંકી હુમલામાં ૨૫ ટકાનો વધારો થયો છે. આ વર્ષે સાત મહિનામાં આતંકી હુમલાની ૧૮૪ ઘટના સામે આવી હતી. જ્યારે ગયા વર્ષે સાત માસમાં આ ઘટનાનું પ્રમાણ ૧૫૫ હતું. આમ પથ્થરમારાની ઘટનાઓ તો શાંત પડી રહી છે પણ બીજી તરફ આતંકી હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે અને તેમાં અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…