Home રાષ્ટ્રીય કાશ્મીરમાં પોલીસ પર હુમલો જવાબી કાર્યવાહીમાં 2 આતંકી ઠાર

કાશ્મીરમાં પોલીસ પર હુમલો જવાબી કાર્યવાહીમાં 2 આતંકી ઠાર

8 second read
0
1

– પોલીસ ચેક પોસ્ટ પર પહોંચતા જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો

– પોલીસ જવાનો જીવ બચાવવામા સફળ

શ્રીનગર, તા. 14 નવેમ્બર 2017 મંગળવાર

કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો, જેમાં સૈન્ય આતંકીઓને ઠાર મારવામાં સફળ રહી છે. પોલીસ ચેક પોસ્ટ પર પહોંચતા જ આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો.

પોલીસ જવાનો જાન બચાવવામા સફળ આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે અન્ય આતંકીઓ નાસી છુટયા હોવાની શક્યતાઓને પગલે સૈન્ય દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં સપલ્તાનપોરામાં આવેલી ચેકપોસ્ટ પાસે પહોંચતા જ આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર કરી દીધો હતો. જોકે આતંકીઓના ગોળીબારથી પોતાને બચાવવામાં પોલીસ જવાનો સફળ રહ્યા હતા અને જવાબી કાર્યવાહી આક્રામક રીતે કરી હતી. જેમાં બે આતંકીઓને ઘટના સ્થળે જ ઠાર મારવામાં આવ્યા હતા.

જોકે આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ હોવાની શક્યતાના આધારે સર્ચ ઓપરેશન જારી છે. માર્યા ગયેલા આતંકીઓ ક્યા સંગઠન સાથે સંકળાયેલા છે તેની તપાસ ચાલી રહી છે. હાલ સૌથી વધુ હુમલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ કરતા હોય છે. તેથી આ હુમલા પાછળ પણ આ જ સંગઠન હોવાની શક્યતાઓ છે.

Keywords Two,terrorists,shot,dead,in,a,police,attack,in,Kashmir ,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…