Home અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીમાં ૫૦ સ્ટેજ પર કલ્ચરલ પ્રોગ્રામ

એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીમાં ૫૦ સ્ટેજ પર કલ્ચરલ પ્રોગ્રામ

2 second read
0
4

-જાપાનનાં વડાપ્રધાનની જેમ ઇઝરાયેલનાં વડાપ્રધાનનું પણ શાહી સ્વાગત કરવા તડામાર તૈયારીઓ

-સ્ટેન્ડીંગ કમિટીએ ખર્ચની સત્તા કમિશનરને સોંપી

અમદાવાદ,તા.11 જાન્યુઆરી 2018,ગુરુવાર

૧૭મી જાન્યુઆરીએ ઇઝરાયેલનાં વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એક દિવસનાં ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. થોડો સમય પહેલા જાપાનનાં વડાપ્રધાન અમદાવાદ આવ્યા ત્યારે જે રીતે તેમનું સ્વાગત કરાયું હતું એ જ પદ્ધતિથી એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી તેઓનું પણ ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે જેના માટે ૫૦ જુદા જુદા સ્ટેજ પણ બનાવાયા છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આ માટેનો તમામ ખર્ચ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને આપી દીધી છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના લગભગ ૯ કિલોમીટરના આ રૃટ પર રસ્તાની બંને બાજુએ જુદા જુદા રાજ્યોની વિશેષતાઓને રજૂ કરતાં સ્ટેજ બનાવાશે. જેમાં કલ્ચરલ પ્રોગ્રામ પણ રખાયો છે.

પોતાના રાજ્યોનાં ભાતીગાળ પોષાકમાં કલાકારો તેની કલા રજુ કરશે. એરપોર્ટથી બંને વડાપ્રધાનો ખુલ્લી જીપમાં બેસીને ગાધી આશ્રમ પહોંચશે. તેમજ સમગ્ર રસ્તામાં તેઓ નાગરિકોનું અભિવાદન જીલતા રહેશે. મ્યુનિ. સ્કુલનાં બાળકો પણ યોગ સહિતનાં કરતબો બતાવશે.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …