Home ગુજરાત એમબીબીએસમાં પ્રવેશના નામે સુમનદીપના સંચાલકોએ દસ લાખ રૃપિયા પડાવ્યા

એમબીબીએસમાં પ્રવેશના નામે સુમનદીપના સંચાલકોએ દસ લાખ રૃપિયા પડાવ્યા

3 second read
0
4

-એસીબીમાં રજૂઆત બાદ વધુ એક ફરિયાદ દાખલ

વડોદરા, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામે આવેલી સુમનદીપ વિદ્યાપીઠમાં લાખો રૃપિયાના લાંચકાંડ બાદ એસીબી દ્વારા થયેલી તપાસમાં ગુજરાત ભરમાંથી અનેક વિદ્યાર્થીઓ ફરિયાદ કરવા માટે ઉમટી પડયા હતા જે પૈકી જામનગર જિલ્લાના એક વિદ્યાર્થી પાસે એમબીબીએસમાં પ્રવેશના નામે ૧૦ લાખ પડાવ્યા બાદ આ રકમ પરત નહી આપતા સુમનદીપના મનસુખ શાહ, તેમના પુત્ર, તે વખતના રજીસ્ટ્રાર સહિત પાંચ વ્યક્તિઓ સામે ઠગાઇનો ગુનો નોધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુમનદીપના મનસુખ શાહ, પુત્ર દિક્ષીત, તે સમયના રજીસ્ટ્રાર એન.એન. શાહ, બે પીએ વિપુલ પંડયા અને પ્રજ્ઞોશભાઇ સામે ઠગાઇનો ગુન્હો

જામનગર તાલુકાના ફલ્લા ગામે રહેતા પ્રકાશ વશરામ લૈયા આહીરે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં સુમનદીપ વિદ્યાપીઠના ચેરમેન મનસુખ શાહ, તેમના પુત્ર ડો.દિક્ષીત શાહ,રજીસ્ટ્રાર એન.એન. શાહ, પીએ વિપુલ પંડયા અને પ્રજ્ઞોશભાઇ સામે ઠગાઇ તેમજ ધમકી આપી હોવાની ગઇકાલે ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યુ છે કે મારા નાનાભાઇ રાહુલે ધો-૧૨ પાસ કર્યા પછી ે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે સુમનદીપ વિદ્યાપીઠમાં આવી મનસુખ શાહ અને પ્રજ્ઞોશને મળ્યા હતાં ત્યારે મનસુખે જણાવ્યુ હતુ કે ઘણી ઓછી જગ્યા બાકી છે જલદીથી તમો પેમેન્ટ તથા ડોક્યુમેન્ટ જમા કરાવી જાઓ.

બાદમાં બીજા દિવસે તા.૨૭-૬-૨૦૧૧ના રોજ મનસુખ શાહની ઓફિસમાં પ્રકાશભાઇ તેમના મિત્ર સાથે ગયા હતા અને મનસુખ શાહને મળતા તેમણે રૃા.૧૦૮૬૦૦૦ તથા ડોક્યુમેન્ટ આપી દો તમારા ભાઇને પ્રવેશ મળી જશે તેમ કહેતા પ્રકાશભાઇ રજીસ્ટ્રાર એન.એન. શાહની ઓફિસમાં જઇ નક્કી થયા મુજબની રકમ જમા કરાવી હતી પરંતુ પ્રવેશ રસીદ રૃા.૮૬ હજારની આપી હતી બાદમાં એવુ નક્કી થયુ હતુ કે જો રાહુલને સરકારી કોલેજમાં પ્રવેશ મળી જશે તો રકમ પરત આપી દેશે.

જો કે રાહુલને કરમસદ ખાતેની પ્રમુખસ્વામી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી જતા તેઓ પૈસા પરત લેવા ગયા ત્યારે ઓફિસમાં મનસુખભાઇ, પુત્ર દિક્ષીત, પ્રજ્ઞોશ હાજર હતા તેમણે ધમકી આપી હતી કે તમે અહીથી જતા રહો નહીતો અમારા સીક્યુરિટિના માણસો તમોને બહાર કાઢી મુકશે તમે આપેલી રકમ રૃા.૮૬ હજાર ચેકથી ઘેર આવી જશે.

પ્રકાશભાઇના વડોદરામાં કોઇ ઓળખીતા નહી હોવાથી તેઓ પરત જતા રહ્યા હતા આ ઘટનાના સાત વર્ષ બાદ માર્ચ મહિનામાં સુમનદીપના લાંચ કેસના સમાચાર બાદ તેઓ વડોદરા દોડી આવ્યા હતા અને એસીબી કચેરીમાં પોતાનો જવાબ રજુ કર્યો હતો. બાદમાં વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In ગુજરાત

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…