Home અમદાવાદ ઉંદરના ત્રાસને નાથવા શું કરવું તેની સ્ટેન્ડિંગમાં ચર્ચા થઈ

ઉંદરના ત્રાસને નાથવા શું કરવું તેની સ્ટેન્ડિંગમાં ચર્ચા થઈ

8 second read
0
4

-કોટ વિસ્તારમાં અત્યંત વધી ગયેલા

અમદાવાદ, તા.11 જાન્યુઆરી 2018,ગુરૃવાર

કોટ વિસ્તારમાં અસારવા સહિતના વિસ્તારોમાં ઉંદરોનો ત્રાસ ફરી પરાકાષ્ટાએ પહોંચ્યો છે. અનાજ બજાર વગેરે આસપાસ હોવાથી તેમને ખાવાનું પણ સરળતાથી મળી રહે છે. ખાસ કરીને ગટરમાં રહેતા આ તગડા ઉંદરો નાસ્તાના ડબ્બાના તળિયા પણ કોતરી ખાતા હોવાનું ત્યાંના લોકોનું કહેવું છે. ઉંદરોના ત્રાસ માટે શું કરવું તેની ચર્ચા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં થઈ હતી.

આ અંગે ચેરમેને જણાવ્યું હતું કે, ગટરમાંથી અવરજવર બંધ થાય તે માટે તેની ડિઝાઇનમાં કંઈ ફેરફાર કરી શકાય કે નહી તેમજ ગટરની સપાટી પર ટાઇલ્સ વગેરે લગાવી શકાય કે નહિ તે અંગે વિચારણા હાથ ધરી છે. મ્યુનિ.ના બિલ્ડીંગમાં પણ એટલા જ ઉંદરો છે. એ.સી.ના વાયર કાપી નાખતા હોવાથી કેટલાક અધિકારીઓ એ.સી.ને આસપાસ બનાવેલી જાળીમાં રાખતા હોય છે.

ક્યારેક કોઈ ચેમ્બરમાં ઉંદર મરી ગયાની વાસ આવે તો તેને શોધી કાઢવાની કામગીરી અત્યંત કપરી બની જાય છે. જે કેબિનમાં વાસ આવતી હોય તેનાથી ચાર કેબિન દૂર મરેલો ઉંદર નાળીમાંથી મળી આવતો હોય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં મ્યુનિ.એ ઉંદર પકડવા લોકોને પાંજરા આપવાનું નક્કી કર્યું હતું અને જે ઉંદર પકડીને આવે તેમને ૧૦ રૃપિયા પુરસ્કાર અપાતો હતો. જેમને પાંજરૃ તેમના ઘરે લઈ જવું હોય તેમને સામે તેમનું રેશનકાર્ડ જમા કરાવવું પડતું.

આ અંગે 'બેરોજગાર છો તો ઉંદર પકડવા માંડો'ની મજાક પણ ચાલુ થઈ હતી. થોડા દિવસ બાદ આ યોજનાનું બાળમરણ થયુ હતું. હવે ચેરમેન નવી કઈ યોજના લાવે છે, તે જોવાનું રહ્યું.

Keywords Discussion,of,standing,on,what,to,do,with,racial,torture,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …