Home આંતરરાષ્ટ્રીય ઇસ્લામમાં અનૌરસ દીકરી સાથે સેકસ અને શાદી થઇ શકે એવું કહેનારા મૌલવી પર પડી પસ્તાળ

ઇસ્લામમાં અનૌરસ દીકરી સાથે સેકસ અને શાદી થઇ શકે એવું કહેનારા મૌલવી પર પડી પસ્તાળ

8 second read
0
8

લંડન તા. ૧૪ :.. ઇજિપ્તના જાણીતા મૌલવી મઝેન અલ-સેરસાવીનો એક વિડીયો આજકાલ ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે અને સોશ્યલ મીડીયામાં એ મૌલવીની વિચારધારા પર શાબ્દિક હૂમલો થઇ રહ્યો છે. વાત કંઇક એમ છે કે આ મૌલવી એ વિડીયોમાં ઇમામ-અલ-શફી નામના મૌલવીને ટાંકીને કહી રહ્યા છે કે નાજાયજ દીકરીઓનો અધિકારની દૃષ્ટિએ પિતા સાથે કોઇ સંબંધ નથી હોતો એટલે તેની સાથે પિતા સેકસ અને શાદી કરી શકે છે. ઇજિપ્તની અલ-અઝહર યુનિવર્સિટીમાં ભણાવતા આ મૌલવીએ વિડીયોમાં સ્પષ્ટ કહ્યું છે કે જો કોઇ ગેરકાનુની સંબંધોના પ્રતાપે દીકરી જન્મી હોય તો એ દીકરીનો પિતા તેની સાથે સેકસ-શાદી કરી શકે છે, કેમ કે કાનૂન અને ઇસ્લામની દૃષ્ટિએ તેમનો પિતા-પુત્રીનો સંબંધ નથી. દીકરીની પાછળ પિતાનું નામ જોડાયેલું ન હોવાથી શરિયા કાનૂન મુજબ તે છોકરી તેની દીકરી નથી. ર૦૧ર ની સાલમાં એક ટીવી-શોની ડિબેટમાં મૌલવીનું આવું બયાન જાહેર થયેલું જે ફરી એક વાર સોશ્યલ મીડિયામાં વાઇરલ થયું છે અને ચોમેરથી મૌલવી પર ટીકા અને આલોચનાનો વરસાદ થઇ રહ્યો છે. (પ-ર)

Original Article at Akilanews.com

Load More Related Articles
Load More By GSAdmin
Load More In આંતરરાષ્ટ્રીય

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…