Home રાષ્ટ્રીય આસિયાનના ઉદ્ઘાટનમાં રામાયણ આધારિત સંગીતનો કાર્યક્રમ રજૂ કરાયો

આસિયાનના ઉદ્ઘાટનમાં રામાયણ આધારિત સંગીતનો કાર્યક્રમ રજૂ કરાયો

10 second read
0
3

– ભારત માટે ગૌરવની વાત

(પીટીઆઇ) મનીલા, તા. 14 નવેમ્બર 2017 મંગળવાર

બે દિવસીય આસિયાન સંમેલનના ઉદ્ઘાટન સમારંભમાં રામાયણ આધારિત સંગીતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સંમેલનમાં ભાગ લેવા આવેલા વિશ્વના નેતાઓને આ કાર્યક્રમમાં મજા પડી હતી.

આ ઉદ્ઘાટન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના પ્રમુખ લી કેકિઆંગ, જાપાનના વડાપ્રધાન શિંજો એબે સહિતના વિશ્વના અગ્રણી નેતાઓ હાજર રહ્યાં હતાં.

આજે રજૂ કરવામાં આવેલ કાર્યક્રમ ભારત અને ફિલિપાઇન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબધો દર્શાવતો હતો. ફિલિપાઇન્સનું લોકપ્રિય નૃત્ય 'સિંગકિલ' રામાયણ પર આધારિત છે.

આ અંગે મોદીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તમને જાણીને આનંદ થશે કે આસિયાનના ઉદ્ઘાટન સમારંભમાં રામાયણ આધારિત મ્યુઝિકલ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આસિયાન દેશોમાં રામાયણ ખૂબ જ લોકપ્રિય છે.

Keywords The,program,of,Ramayana,based,music,is,presented,in,the,inauguration,of,ASEAN ,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

ચીનમાં આમિરની ફિલ્મે ધમાકો બોલાવી દીધો

પિતાના સહકાર વિના માત્ર માતાના સહકારથી ટોચની ગાયિકા બનવા માગતી એક યુવતીને મદદ કરનારા સંગીત…