Home રાષ્ટ્રીય આજે પંડિત જવાહરલાલ નેહરૂની 128મી જન્મ જયંતી

આજે પંડિત જવાહરલાલ નેહરૂની 128મી જન્મ જયંતી

2 second read
0
5

– PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ નાયડુએ શ્રદ્ધાંજલિ અર્પી

– પંડિત જવાહરલાલ નેહરૂ દેશના પ્રથમ પીએમ રહ્યા: બાળકો તેમને પ્રેમથી ચાચાનેહરૂ કહેતા

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર 2017 મંગળવાર

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુની આજે 128મી જયંતી નિમિત્તે રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ નાયડુ અને પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રધ્ધાંજલિ આપી. તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત દેશના પ્રથમ પીએમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની સમાધિ સ્થળ શાંતિવન પહોંચ્યા.

પંડિત જવાહર લાલ નેહરૂને બાળકો પ્રેમથી ચાચાનેહરૂ કહીને બોલાવતા હતા. તેમને બાળકો ખૂબ પ્રિય હતા. તેથી જ આજના દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પંડિત નેહરૂ આઝાદી બાદ પહેલીવાર 15 ઓગસ્ટ, 1947માં દેશના પહેલા વડાપ્રધાન બન્યા હતા.

તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં 14 નવેમ્બરે 1889એ થયો હતો. નેહરૂ 1919માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને પછી મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા હતા. નેહરૂ સપ્ટેમ્બર 1923માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમેટીના મહાસચિવ બન્યા હતા. પંડિત નેહરૂ ભારતના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા. પંડિત નેહરૂનું મૃત્યુ 27 મે 1964માં થયુ હતુ.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…