Home એનઆરઆઈ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતના જજ દલવીર ભંડારીને જબરજસ્ત આવકાર

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતના જજ દલવીર ભંડારીને જબરજસ્ત આવકાર

8 second read
0
29

– 70 વર્ષના ભંડારી અને ગ્રીનવુડ હોગસ્થિત કોર્ટમાં જજ બનવા માટે સ્પર્ધા કરી રહ્યા છે

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 16 નવેમ્બર 2017 ગુરુવાર

વિશ્વની અદાલતમાં ભારતના ઉમેદવાર દલવીર ભંડારીને યુએન સામાન્ય સભાના સભ્યો તરફથી જબરજસ્ત આવકાર મળી રહ્યો છે.

જેમણે બ્રિટનના ઉમેદવારની સામે ભારતીયને ટેેકો આપવા સુરક્ષા પરિષદના નિયમોની પણ અવગણના કરી હતી. જો કે બ્રિટનના ઉમેદવાર ગ્રીનવુડને યુએન સુરક્ષા પરિષદમાં વધુ લોકોએ મત આપ્યા પરિણામે મડાગાંઠ સર્જાઇ હતી.

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ માટે ભંડારી અને ક્રિસ્ટોફર ગ્રીનવુડ વચ્ચેની સ્પર્ધામાં મડાગાંઠ સર્જાઇ હતી, કારણ કે બન્નેમાંથી એકને પણ જરૂરી મતો મળ્યા નહતા.

70 વર્ષના ભંડારી અને ગ્રીનવુડ હોગસ્થિત કોર્ટમાં જજ બનવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. કોર્ટના પંદર સભ્યોના કોરમમાં એક તૃતિયાંશ જજો નવ વર્ષના સત્ર માટે દર ત્રણ વર્ષે ચૂંટાય છે જેના માટે અલગથી ચૂંટણી યોજાય છે, પરંતુ ન્યુયોર્કમાં યુએનની સામાન્ય સભામાં અને સુરક્ષા પરિષદમાં પણ સાથે જ યોજાય છે. ગયા ગુરૃવારે મેદાનમાં ઉતરેલા છ ઉમેદવારો પૈકી ચારને યુએનના કાયદાઓ અનુસાર ફરીથી ચૂંટવામાં આવ્યા હતા.

તેમને સુરક્ષા પરિષદ અને સામાન્ય સભામાં સંપૂર્ણ બહુમતી મળી હતી. બાકીના જજોને પસંદ કરવા માટે ગઇ કાલે યુએન સામાન્ય સભા અને સુરક્ષા પરિષદની અલગ અલગ બેઠકો મળી હતી. યુએન સુરક્ષા પરિષદમાં ચૂંટણીના દરેક પાંચ રાઉન્ડમાં બ્રિટનના ગ્રીનવુડને નવ અને ભંડારીને પાંચ મતો મળ્યા હતા.પણ વિજેતા બનવા માટે દરેકને સુરક્ષા પરિષદના આઠ મત મળવા જ જોઇએ. બ્રિટન સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય હોવાના કારણે ગ્રીનવુડને ભંડારી કરતાં વધુ લાભ છે.

ભંડારીને તમામ પાંચે રાઉન્ડમાં સંપૂર્ણ બહુમતી મળી હતી. હકીકતમાં તેમના મતમાં ગુરૃવારના ૧૧૫થી વધીને ૧૨૧ થયા હતા જ્યારે સંપૂર્ણ બહુમતી માટે ૯૭ મતોની જરૃર હોય છે. યુએન સામાન્ય સભા અને સુરક્ષા પરિષદ બન્ને એ બેઠકને મુલ્તવી રાખી હતી.

Keywords Heavy,welcome,to,Indias,judge,Dalveer,Bhandari,in,international,court ,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In એનઆરઆઈ

Check Also

કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં: કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા રાહુલ ગાંધી

– આગામી 16 ડિસેમ્બરે સત્તાવાર રીતે ચાર્જ લેશે નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2017, સોમવ…