Home રાષ્ટ્રીય અબ્દુલ્લા POK અંગેના નિવેદન બદલ માફી માગે : હેપતુલ્લાહ

અબ્દુલ્લા POK અંગેના નિવેદન બદલ માફી માગે : હેપતુલ્લાહ

3 second read
0
1

– NCના વડાએ POKને પાક.નો હિસ્સો ગણાવ્યો હતો

– ૧૯૪૮માં પાકે. ગેરકાયદે કાશ્મીર પર કબજો કર્યો હતો : મણિપુરના રાજ્યપાલ

(પીટીઆઇ) ઇમ્ફાલ, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

મણિપુરના રાજ્યપાલ નજમા હેપ્તુલ્લાહે આજે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૃક અબ્દુલ્લાહે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર અંગેના નિવેદન બદલ માફી માગવી જોઇએ. અબ્દુલ્લાએ શનિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર (પીઓકે) પાકિસ્તાનનો હિસ્સો છે અને તેમાં ફેરફાર થઇ શકે નહીં.

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૃક અબ્દુલ્લાએ શનિવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર પાકિસ્તાનનો ભાગ છે. ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે ગમે તેટલા યુદ્ધ કરે પણ તેમાં ફેરફાર શક્ય નથી.પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાન અબ્બાસીએ એક નિવેદનમાં સ્વતંત્ર કાશ્મીરના વિચારને ફગાવી દીધો હતો.

તેમણે જણાવ્યું હતું કે આ વિચાર વાસ્તવિક્ નથી. પાક.ના વડાપ્રધાનની આ ટિપ્પણી પછી અબ્દુલ્લાએ આ નિવેદન આપ્યું હતું. હેપ્તુલ્લાહે પત્રકારોને જણાવ્યું હતું કે પાકિસ્તાને ૧૯૪૮માં ગેરકાયદેસર રીતે કાશ્મીર પર કબજો જમાવી લીધો હતો. કાયદેસર રીતે, બંધારણની દ્રષ્ટિએ અને નૈતિકતાને ધોરણે કાશ્મીર ભારતનું છે.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨…